Satya Tv News

અંકલેશ્વર વોર્ડ નંબર 4 BJPના 2 સભ્ય અને વધુ એક BJP કાર્યકરની ગુંડાગીરી આવી સામે
નશાની હાલતમાં અપશબ્દો બોલતા જઇ ગરીબોની લારીઓ તોડી
શાકભાજી માર્કેટમાં હપ્તો ન આપતા તોડફોડ કરી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
ઘટનાના CCTV થયા વાયરલ
શહેર પોલીસે અરજી સ્વરૂપે ફરિયાદ લઇ હાથ ધરી કાર્યવાહી

YouTube player

અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ પાસે આવેલ શાકમાર્કેટમાં 3 શખ્સોએ શાકભાજીના ફેરિયાઓની લારીઓને નુકસાન પહોંચાડ્યું હોવાનો વિડીયો સામે આવતા વેપારીઓએ રોષ ઠાલવ્યો હતો

અંકલેશ્વરમાં ગત રાતે કેટલાક ઈસમોએ અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ પાસે આવેલ સંજય નગર સ્થિત શાકમાર્કેટમાં આતંક મચાવ્યો હતો ત્રણ જેટલા ઈસમો મદમસ્ત થઇ આવી શાક માર્કેટમાં રહેલ લારીઓ અને પડદા ફાડી નાખી નુકશાન પહોંચાડ્યું હોવાના વિડીયો સામે આવ્યા છે જેમાં ત્રણ ઈસમો માર્કેટમાં આવી તમામ લારી અને પડદાને નુકશાન કરતા નજરે પડી રહ્યા છે સ્થાનિક વેપારીઓએ આ ત્રણ ઈસમો ભાજપના વોર્ડ નંબર 4ના સભ્ય વિશાલ ચૌહાણ, સફી મુસા શેખ, અને પૂર્વ નગર સેવકના પતિ કમલજીત ઠાકુર હોવાના આક્ષેપ કર્યા છે આ ઈસમો પૈકી સફી મુસા શેખ અગાઉ ધમકી આપવા આવતો હોવાનો આક્ષેપ કર્યા છે આ અંગે પોલીસ મથકે જાણ કરી છે અત્રે ઉલ્લેખની છે કે પોલીસ તંત્ર આવા તત્વો છે છાવરવાના બદલે કડક રાહે કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી છે.

વિડિઓ જર્નલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: