Skip to main content

Satya Tv News

વાલિયા દોડવાડાની સીમના ક્રિકેટ મેદાનમાં પોલીસના દરોડા
જુગાર રમતા નવ જુગારીયાઓને પોલીસે ઝડપી પાડ્યા
પોલીસે સ્થળ પરથી 4 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

વાલિયા તાલુકાના દોડવાડા ગામની સીમમાં આવેલ ક્રિકેટના મેદાનમાંથી જુગાર રમતા નવ જુગારીયાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા

વાલિયા તાલુકાના દોડવાડા ગામની સીમમાં આવેલ ક્રિકેટના મેદાનમાંથી જુગારધામ ચાલી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા જતા પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 4 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને દોડવાડા ગામની નવી નગરીમાં રહેતો જુગારી નિતેશ કનું વસાવા,દિનેશ કંચન વસાવા,રિતેશ ઉક્કડ પટેલ,હરેશ રમેશ વસાવા,કિશન ધરમસિંગ વસાવા,દલસુખ રમણ વસાવા અને બળવંત વેચાણ વસાવા,સરાધ વિરમ વસાવા તેમજ મહેન્દ્ર કાલિદાસ વસાવાને ઝડપી પાડ્યો હતો.

વિડિઓ જર્નલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી વાલિયા

error: