Skip to main content

Satya Tv News

કોંઢના રોયલ બંગ્લોઝમાંથી ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો
પોલીસે 1.47 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો
પોલીસે ફરાર બુટલેગરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી

વાલિયાના કોંઢ ગામના રોયલ બંગ્લોઝમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી કુલ 1.47 લાખથી વધુ મામલામાં ફરાર બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યો હતો

ગત તારીખ-8મી ઓગસ્ટના રોજ વાલિયા તાલુકાના કોંઢ ગામના રોયલ બંગ્લોઝના મકાન નંબર-૧૩ને ભાડે લઇ કપિલ ચૌધરીએ વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે બાતમી વાળા મકાનમાં દરોડા પાડ્યા હતા પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની ૧૫૧ નંગ મોંઘીદાટ બોટલો મળી આવી હતી પોલીસે 1.47 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર કપિલ ચૌધરીને વોન્ટેડ જાહેર કર્યો હતો તે દરમિયાન પોલીસે ફરાર બુટલેગરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

વિડિઓ જર્નલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી વાલિયા

error: