Satya Tv News

સુરતના કતારગામમાં 3 વર્ષના માસુમ પુત્રને ગળેફાંસો આપ્યા બાદ માતાએ પણ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. પતિ સાથે નાની નાની વાતોમાં ચાલી રહેલા ઘરકંકાસના કારણે પત્નીએ પુત્રની હત્યા બાદ પોતે આપઘાત કર્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. બનાવ અંગે ચોક બજાર પોલીસે માતા સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ભાવનગરના મહુવાના લોંગીયા ગામના વતની અને હાલ કતારગામ શિવછાયા સોસાયટી, પ્રમુખ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા રાકેશભાઈ લાલજીભાઈ ઝાંઝમેરા (34) હીરાના કારખાનામાં કામ કરે છે. રાકેશભાઈના 11 વર્ષ અગાઉ યોગીતાબેન(31) સાથે લગ્ન થયા હતા અને તેમને સંતાનમાં 2 પુત્ર હતા. શનિવારે બપોરે યોગીતાબેને તેમના નાના 3 વર્ષના પુત્ર દેવાંશને પંખા સાથે દુપટ્ટા વડે ગળેફાંસો આપી હત્યા કર્યા બાદ પોતે પણ છતના હુંક સાથે દોરી વડે ફાંસો ખાઈ લીધો હતો.

યોગીતાબેનનો મોટો પુત્ર રમવા ગયો હતો જ્યાંથી ઘરે આવી દરવાજો ખખડાવ્યો છતા કોઈ પ્રતિસાદ ન મળતા તેણે પાડોશીને જાણ કરી હતી. બાદમાં પાડોશીએ રાકેશભાઈને જાણ કરી હતી. જોકે, રાકેશભાઈ હોસ્પિટલમાં હોવાથી યોગીતાના ભાઈને જાણ કરતા ઘરે દોડી આવી દરવાજો તોડતા યોગીતાબેન અને દેવાંશ ફાંસો ખાધેલી હાલતમાં મળ્યા હતા.

error: