પીરામણ નાકાથી પીરામણ ગામને જોડતો માર્ગ અતિ બિસ્માર
મસમોટા ખાડાઓને પગલે યુવાનની બાઈક ખાબકતા ગંભીર ઈજાઓ
તંત્ર યુધ્ધના ધોરણે કામગીરી કરે તેવી માંગ
અંકલેશ્વરના પીરામણ નાકાથી પીરામણ ગામને જોડતા ખખડધજ માર્ગને પગલે બાઈક સવારને અકસ્માત નડતા તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી
અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં રહેતો યુવાન પોતાની બાઈક લઇ અંકલેશ્વરના પીરામણ નાકાથી પીરામણ ગામને જોડતા માર્ગ પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન બિસ્માર માર્ગ ઉપર હેપ્પી નગર પાસે પડેલ મસમોટા ખાડાઓને પગલે યુવાનની બાઈક ખાબકતા તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી ઈજાઓને પગલે સેવાભાવી યુવાનો અને રાહદારીઓએ ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક ૧૦૮ સેવાની મદદ વડે અંકલેશ્વરની ખાનગી હોસ્પીટલમાં ખસેડ્યો હતો અકસ્માતને પગલે તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો અત્યંત બિસ્માર માર્ગને લઇ લોકો જીવના જોખમે આ માર્ગ ઉપરથી પસાર થવા મજબુર બન્યા છે ત્યારે તંત્રને ખાડા પુરવામાં કોઈપણ જાતનો રસ નહિ હોય તેમ લાગી રહ્યું છે હાલ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ રોલર રોડ પર જ મુકવામાં આવ્યું છે જેને પગલે રાહદારીઓ અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે.ત્યારે તંત્ર યુધ્ધના ધોરણે કામગીરી કરે તેવી માંગ કરવામાં આવી છે.
વિડિઓ જર્નલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર