Satya Tv News

ભરૂચ જિલ્લાના વહોરા પટેલ સમાજ આઈ.એ.એસ. તથા આઈ.પી.એસ. બનવા દોટ મૂકે : ફારૂકભાઈ પટેલ

કેપી ગ્રુપ દ્વારા એક ટ્રેકટર,બે ટ્રેલર અને ટેમ્પો ટંકારીઆ ગામની લોકસેવામાં આપ્યા

પ્રધાનમંત્રી ના સ્વચ્છતા અભિયાન ના મિશન ને સાર્થક કરવા આગળ વધતુ કેપી ગ્રુપ

શિક્ષણ ક્ષેત્રે વિવિધ સિદ્ધિઓ હાસિલ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓ,ડિગ્રી પ્રાપ્ત કરનાર નવા ડોક્ટરો,સમાજ સેવકો, સાહિત્યકારો વિગેરેને સન્માનપત્ર તથા મેડલ આપી સન્માનિત કરાયા

ભરૂચ ના ટંકારીઆ ગામે કે.પી. હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્ધારા અર્પણ કરેલ સફાઈ ના વાહનો નું લોકાર્પણ અને સન્માન કાર્યક્રમ યોજાયો હતો.સફાઈ ના સાધનો ટ્રેકટર,ટ્રેલર અને ટેમ્પો નું ફારૂકભાઈ કેપી ના હસ્તે રિબન કાપી ગ્રામ લોકોની સેવામાં અર્પણ કરાતા ગ્રામજનોમાં ખુશી ની લહેર પ્રસરી જવા પામી હતી.

ભરૂચ તાલુકાની ગ્રામ પંચાયત ટંકારીઆ દ્ધારા સફાઈ ના સાધનો નું લોકાર્પણ અને સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.કે.પી. હ્યુમન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન ના ચીફ મેનેજીંગ ડાયરેક્ટર ફારૂકભાઈ પટેલ (કે.પી.) ની અધ્યક્ષ સ્થાને ભવ્ય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યુ હતુ.કેપી હ્યુમન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન દ્ધારા સતત સમાજ નું ધારાધોરણ ને ઊંચુ લાવવા નો પ્રયાસો થઈ રહ્યા છે.પ્રધાન મંત્રી ના સ્વચ્છતા અભિયાન ને વેગ મળે એ હેતુસર સંસ્થા દ્ધારા ટંકારીયા ગ્રામ પંચાયત ને લાખો રૂપિયા ના સફાઈ ના સાધનો ટ્રેકટર,બે ટ્રેલર અને ટેમ્પો લોકોની સેવામાં આપી સરાહનીય કાર્ય કર્યું હતુ.સફાઈ ના સાધનો નું કેપી ગ્રુપ ના સી.એમ.ડી ના હસ્તે રિબન કાપી લોકસેવામાં મુક્તા ગ્રામજનોમાં ખુશી ની લહેર પ્રસરી જવા પામી હતી.આ પ્રસંગે સરપંચ ઝાકિરભાઈ ઉમટા તેમજ તાલુકા સભ્ય અબ્દુલભાઇ એ ફારૂકભાઈ નું શાલ ઓઢાડી,મોમેન્ટો અને સન્માનપત્ર આપી બહુમાન કર્યું હતુ. મહાનુભાવોના હસ્તે ટંકારીઆ ગામના મેડિકલ, શૈક્ષણિક, સમાજસેવા,સાહિત્ય ક્ષેત્રના તેજસ્વી તારલાઓને સન્માન પત્ર તથા મેડલ આપવામાં આવ્યા હતા.

કે. પી. ગ્રુપના CMD ફારૂકભાઈએ આ તબક્કે બોલતા જણાવ્યુ હતુ કે વહોરા પટેલ સમાજમાંથી આઈ.એ.એસ. તથા આઈ.પી.એસ. બનવા પર ધ્યાન કેન્દ્રિત કરવુ જોઈએ.જેથી દેશની સેવા સારી રીતે કરી શકાય.ટંકારીઆ ગામને જયારે સમાજલક્ષી સેવાઓની જરૂર પડશે ત્યારે કે.પી. ગ્રુપ હર હંમેશ પડખે ઉભુ રહેશે.સન્માન સમારોહ માં ઉપસ્થિત સાહિત્યકાર અને ગુજરાત ટુડેના સંપાદક અઝીઝ ટંકારવીએ જણાવ્યુ હતુ કે, જે સમાજ પોતાના ગૌરવવંતા ઇતિહાસને ભૂલી જાય છે,સમય જતા તેનું અસ્તિત્વ ખતમ થઇ જાય છે.આ કાર્યક્રમમાં સુરત ના સલીમભાઈ ઘડિયાળી,સામાજિક અગ્રણી સુલેમાનભાઈ,ગ્રામ પંચાયત ના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામનો ઉપસ્થિત રહ્યા હતા.

જર્નાલિસ્ટ ઝફર ગડીમલ સત્યા ટીવી વાગરા

error: