આશાંયે પ્લે સ્કૂલમાં ભરૂચ SP લીના પાટીલે મુલાકાત લીધી
SP સાથે તસ્વીરો પડાવવાની તક બાળકોએ ઝડપી લીધી
સરળતાથી બાળકોએ એસ.પી સાથે વાર્તાલાપ પણ કર્યો
ભરૂચના જબુંસર બાયપાસ પાસે આવેલ આશાંયે પ્લે સ્કૂલમાં ભરૂચના એસપી લીના પાટીલે મુલાકાત લીધી હતી
ભરૂચના એસ.પી ડો લીના પાટીલના એવા કેટલાય દ્રશ્યો સામે આવ્યા છે જેમાં તેઓ પ્લે સ્કૂલના બાળકોની વચ્ચે ગમ્મત કરતા અને તેઓની સાથે વાર્તાલાપ કરતા નજરે પડી રહ્યા છે. જ્યાં એક તરફ કલાસ રૂમમાં બાળકો સાથે બેસીને બાળકોને પ્રોત્સાહિત કરી રહ્યા છે તો બીજી તરફ રંગબેરંગી બલૂન સાથે બાળકોની વચ્ચે એસ.પી એ ઉપસ્થિત રહીને બાળકોને ભણતર અંગેના પ્રાણ ફૂંકયા હતા.ભરૂચના જબુંસર બાયપાસ પાસે આવેલ આશાંયે પ્લે સ્કૂલમાં ભરૂચના એસપી લીના પાટીલે મુલાકાત લીધી હતી. ટીવી પર અથવા નામથી ઓળખતા બાળકોની વચ્ચે અચાનક એસ.પી ડો લીના પાટીલે મુલાકાત લેતા બાળકો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા, સાથે જ પોતાની શાળામાં આવેલ એસ.પી સાથે તસ્વીરો પડાવવાની તક બાળકોએ ઝડપી લીધી હતી અને સરળતાથી બાળકોએ એસ.પી સાથે વાર્તાલાપ પણ કર્યો હતો.
વિડિઓ જર્નલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સત્યા ટીવી ભરૂચ