Satya Tv News

જુના સરદાર બ્રિજની એંગલમાં ટ્રેલર ભટકાતા ચાલકનું મોત
પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી મૃતદેહનો કબજો મેળવ્યો
ઇજાગ્રસ્તને ભરૂચ સિવિલમાં કરાયો હતો દાખલ

ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 પર ઉજ્જૈન થી નીકળેલી ટ્રેલર ના ડ્રાઇવર બબલુ વર્મા એ ભૂલથી દહેજ ની જગ્યાએ ન્યાય મંદિર ચોકડી થી ટ્રેલરને સરદાર બ્રિજ તરફ હંકારી લેતા જુના સરદાર બ્રિજ પર લાગેલા એંગલ માં ટ્રેલર ભટકાયું હતું.

જુના સરદાર બ્રિજ પર ઉજજૈન થી દહેજ તરફ જવાના માર્ગના જગ્યાએ ભૂલથી ન્યાય મંદિર ચોકડીથી આગળ નીકળી જઈ સરદાર બ્રિજ પર ટ્રેલર નંબર Mp.04.he.7707 હકારી જતા જુના સરદાર બ્રિજ પર લાગેલ એન્ગલ સાથે ધડાકાભેર ટ્રેલર અથડાતા ટ્રેલર ચાલક બાબુલ વર્મા ઉંમર વર્ષ 27 રહે મધ્ય પ્રદેશના ઓને ગંભીર ઇજાઓ પોહોચવા પામી હતી જેના પગલે 108 ની મદદથી ચાલકને ભરૂચ સિવિલમાં દાખલ કરાતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્વા પામ્યું હતું.આ અકસ્માતના પગલે પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી મૃતદેહનો કબજો મેળવી આગળની તપાસ હાથધરી હતી..

વિડિઓ જર્નલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સત્યા ટીવી ભરૂચ

error: