Satya Tv News

બોમ્બે હાઈકોર્ટે મહિલા મિત્ર સાથે દુષ્કર્મ કરવાના અને તેને આત્મહત્યા માટે ઉશ્કેરવાના કેસમાં આરોપી એવા એક વ્યક્તિને જામીન આપવાની સાથે મહત્વનું નિવેદન આપ્યું હતું. કોર્ટે જણાવ્યું કે, મહિલા મિત્ર ગર્ભવતી હોવાની શક્યતા મામલે ઉદાસીનતા દાખવવી કે તે અંગે આનંદ વ્યક્ત ન કરવો તે આત્મહત્યા માટેની ઉશ્કેરણીનો કેસ ન બની શકે.

પોલીસના કહેવા પ્રમાણે માર્ચ 2021માં એક 16 વર્ષીય સગીરાએ કથિત રીતે પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. તે સમયે તેણીએ પોતાના પુરૂષ મિત્ર (તે સમયે 19 વર્ષની ઉંમર ધરાવતા)ને એવો મેસેજ મોકલ્યો હતો કે, તેણી ગર્ભવતી હોય તેમ જણાઈ રહ્યું છે. સગીરાના પુરૂષ મિત્રએ તે મામલે ઉદાસીનતા દાખવી હતી.

error: