Satya Tv News

રાજ્યમાં મેઘો ધોધમાર વરસ્યો. નદીઓ અને ડેમોમાં નવા નીરની આવક થવા પામી છે. વળી આ વખતે તો ઉત્તર ગુજરાતમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો. ખાસ કરીને બનાસકાંઠામાં તો મેઘો ધોધમાર વરસ્યો. તેવામાં બનાસ નદી અને દાંતીવાડા ડેમમાં પાણીની આવક થવા પામી છે. ત્યારે આ બનાસ નદીમાં પાણી જોઇને ન્હાવા પડેલા લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. છેલ્લા બે દિવસમાં 8 લોકોએ જીવ ગુમાવ્યાબનાસનદીમાં નવા નીરની આવક થતા સ્થાનિકોમાં હરખની લાગણી જોવા મળી રહી છે.લોકો નદીનું પાણી જોવા આવી રહ્યા છે. જોકે નદી બેકાંઠે વહેતા તંત્ર દ્વારા નદીકાંઠે ન જવા લોકોને અપીલ કરવામાં આવી હતી. તેમ છતાં લોકો નદીમાં જીવના જોખમે ન્હાવાની મજા માણી રહ્યા છે. નદીમાં ઊંડા ખાડા હોવાને કારણે ડૂબી જવાનો ભય રહે છે. તેમ છતાં લોકોએ બેદરકારી દાખવતા છેલ્લા બે દિવસમાં ન્હાવા પડેલા 8 લોકોએ જીવ ગુમાવ્યો. જો કે હજી સુધી માત્ર 2 લોકોના જ મૃતદેહ મળી આવ્યા છે. ઘટનાની ગંભીરતા જોતા હાલ ડીસા બનાસ પુલ પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

error: