ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં હિન્દુઓ પર થઇ રહેલા અત્યાચારોનું પ્રમાણ વધવા લાગ્યું છે અને હવે અત્યંત ક્રુર અત્યાચારની ઘટનાઓ સામે આવવા લાગી છે. પાક.ના સિંધ પ્રાંતમાં એક આઠ વર્ષની હિન્દુ બાળકી પર ગેંગરેપ ગુજારવામાં આવ્યો હતો, એટલુ જ નહીં આ બાળકીની આંખોમાં ચાકુ ઘોંપવામાં આવ્યું હતું. હાલ આ બાળકીને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાઇ છે.
પરિવારને આ બાળકી એક અજાણ્યા સ્થળે અત્યંત ગંભીર હાલતમાં મળી આવી હતી, તેની બન્ને આંખોને ચાકુ વડે ફોડી નાખવામાં આવી હતી. બાદમાં તેને તાત્કાલીક ઉમરકોટ સ્થિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ડોક્ટરોનું કહેવુ છે કે બાળકીની સ્થિતિ અત્યંત ગંભીર છે અને બચવાની શક્યતાઓ બહુ જ ઓછી છે. ડોક્ટરોની તપાસમાં સામે આવ્યું છે કે તેના પર ગેંગરેપ ગુજારવામાં આવ્યો હતો.