અંકલેશ્વરની યુપીએલ ચોકડી નજીક અકસ્માત
બે એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાતા મુસાફરોનો આબાદ બચાવ
બસનો મુખ્ય કાચ અને સાઈડ ગ્લાસ તોડી ૧૫થી ૨૦ હજારનું નુકશાન
અંકલેશ્વર :- અંકલેશ્વરની યુપીએલ ચોકડી નજીક બે એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાતા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો
પાટણના શક્તિ નગર ખાતે રહેતા અંકિત રાજુ પટેલ સુરત એસ.ટી.ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે જેઓ ગત રોજ બપોરે ત્રણ કલાકે એસ.ટી.બસ નંબર-જી.જે.૧૮.ઝેડ.૬૫૫૮ અમદાવાદ ખાતે મુસાફરોને લઇ રહ્યા હતા તે દરમિયાન અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર અંકલેશ્વરની યુપીએલ ચોકડી નજીક બાજુના ટ્રેક ઉપર ચાલતી એસ.ટી.બસ નંબર-જી.જે.૧૮.૬૨૫૬ના ચાલકે આગળ ચાલતી ટ્રક ચાલકે બ્રેક કરતા આ એસ.ટી.બસના ચાલકે અચાનક ટર્ન લઇ અંકિત રાજુ પટેલની એસ.ટી.બસ નંબર-જી.જે.૧૮.ઝેડ.૬૫૫૮ સાથે અથાડી દેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બંને બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો જો કે બસનો મુખ્ય કાચ અને સાઈડ ગ્લાસ તોડી ૧૫થી ૨૦ હજારનું નુકશાન કરતા શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.
વિડિઓ જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર