Satya Tv News

અંકલેશ્વરમાં ICICI બેંકની સામે કારમાંથી કાચ તોડી થઇ ચોરી

પાર્ક કરેલ કારમાંથી કાચ તોડી 50 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર

ચોરી અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

અંકલેશ્વર :- અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ તરફથી પ્રતિન ચોકડી બાજુના માર્ગ ઉપર આઇ. સી.આઈ.સી.આઈ બેંકની સામે પાર્ક કરેલ કારમાંથી કાચ તોડી ગઠિયા રોકડા અને લેપટોપ મળી કુલ 50 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા

અંકલેશ્વર જી.આઈ.ડી.સીમા આવેલ ગાર્ડન સિટીમાં રહેતા તુહીન રામનાથ લવાનીયા જી.આઈ.ડી.સી.માં આરતી કોનસ્ટ્રા કેમ કંપની ચલાવે છે જેઓ ગુરુવારે 12 કલાકે પોતાની કાર લઈ કંપનીનું પેમેન્ટ આવ્યું હતું જેનો ચેક લઈ અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ તરફથી પ્રતિન ચોકડી બાજુના માર્ગ ઉપર આઇ. સી.આઈ.સી.આઈ બેંક ખાતે નાખવા ગયા હતા તે સમયે તેઓએ પોતાનું બ્રીપકેસ સાથે 25 હજાર રોકડા અને લેપટોપ કારમાં મૂકી કાર બેંકની સામે પાર્ક કરી હતી જે ગાડીનો પાછળનો કાચ તોડી ગઠિયા બ્રીપકેસમાં રહેલ રોકડા 25 હજાર,દસ્તાવેજો અને લેપટોપ મળી કુલ 50 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વિડિઓ જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: