Satya Tv News

અંકલેશ્વર GIDCમાં વાજતે ગાજતે બાપ્પાનું વિસર્જન

પાંચમા દિવસે બાપ્પાનું કૃતિમ કુંડમાં કર્યું વિસર્જન

અનિચ્છનીય ઘટના નહી બને તે માટે પોલીસ બંદોબસ્ત

અંકલેશ્વર જી.આઈ.ડી.સી વિસ્તારમાં વાજતે ગાજતે પાંચમા દિવસે શ્રીજીના ભક્તોએ ગણેશજીની પ્રતિમાઓનું કૃતિમ કુંડમાં વિસર્જન કર્યું હતું

પાંચ દિવસથી આતિથ્ય માણતા વિઘ્નહર્તાને રવિવારે શ્રદ્ધાળુઓએ પરંપરા અને આસ્થા સાથે વિદાય આપી હતી. અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં ગણેશ ભક્તોએ વાજતે ગાજતે દબદબાભેર વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી. વિસર્જન વેળાએ સુલેહ શાંતિનું વાતાવરણ જળવાઇ રહે અને અનિચ્છનીય ઘટના નહી બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની વિવિધ સોસાયટી,ઘરમાં સ્થાપિત કરાયેલા પાંચ દિવસના વિઘ્નહર્તાને વિદાય આપવા નોટિફાઇડ ઓથોરીટી દ્વારા ઉભા કરાયેલ કૃતિમ કુંડ ખાતે ડીપીએમસીના ફાયર ફાયટરોએ મૂર્તિઓનું વિસર્જન વિસર્જન કર્યું હતું ગણેશજીની વિવિધ પ્રકારની મૂર્તિઓને વાજતે ગાજતે વિસર્જન કરવા જતા ભક્તોને લઇ વાતાવરણ ગણેશમય બની ગયું હતું.

વિડિઓ જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: