Satya Tv News

અંકલેશ્વરની શ્રીજી સદન સોસાયટીમાં અત્યંત ઝેરી બેબી કોબ્રા દેખાતા લોકોમાં.ભયનો માહોલ છવાયો હતો. જો કે આ અંગેની જાણ દયા ફાઉન્ડેશન ટીમને કરતા તેમણે ઘટના સ્થળે પહોંચી બેબી કોબ્રાનું રેસક્યું કર્યુ હતું, જેને જંગલમાં સુરક્ષિત જગ્યાએ છોડવામાં આવશે.

અંકલેશ્વર શહેરમાં આવેલી શ્રીજી સદન સોસાયટી ખાતે અત્યંત ઝેરી બેબી કોબ્રા નજરે પડ્યો હતો. જેનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો હતો. આ અંગે સ્થાનિકોએ દયા ફાઉન્ડેશનના જીવદયા પ્રેમીઓને જાણ કરી હતી. જેની માહિતી મળતાં જ દયા ફાઉન્ડેશનના જીવદયા પ્રેમી જય નાયકા, કમલેશ પટેલ, સુનિલ વસાવા તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતાં. જો કે ભારે જહેમત બાદ તેમની ટીમે સલામત રીતે બેબી કોબ્રાનું રેસ્ક્યુ કર્યું હતું. આ બેબી કોબ્રાને જંગલ વિસ્તારમાં સુરક્ષિત સ્થળ પર છોડવામાં આવશે.

Created with Snap
error: