ટ્રાફિકને અડચણરૂપ વધુ 6 ઢોર ને પાલિકા એ ડબ્બે પૂર્યા હતા. 6 મુંગા પશુ ને ઝડપી પાડતી ટ્રેક્ટર સાથેના પાંજરામાં પકડીને ઢોર દીવા ગામ ખાતે પાંજરાપોર મોકલ્યા હતા. અગાવ ઝડપેલા 22 પૈકી 14 ઢોર છોડવાના જે તે ઈસમ પાસેથી કુલ 5400 રૂપિયા વહીવટી ચાર્જ વસૂલ કરવામાં કરાયો હતો.
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેર વિસ્તારમાં ટ્રાફિકને અડચણ કરતા રખડતા ઢોરને પાલિકા દ્વારા ઝડપી પાડવાની કવાયત કરવામાં આવી હતી. જેમાં બપોર બાદ વધુ 6 મુંગા પશુ ને ઝડપી પાડતી ટ્રેક્ટર સાથેના પાંજરામાં પકડીને ઢોર દીવા ગામ ખાતે પાંજરાપોર માં ધકેલી મુક્યા હતા, અજે અત્યાર સુધીમાં રખડતાં ઢોર એમ એકંદરે કુલ – 22ને ઢોરના પાંજરામાં પકડીને દીવા ગ્રામ પંચાયતના ઢોર ડબ્બામાં પુરવામાં આવે છે. આજે આ કામગીરી દરમિયાન શહેર પોલીસ સ્ટાફ બંદોબસ્ત માટે હાજર રહેલ હતો.
આ અગાઉ પણ રખડતાં ઢોર શહેરમાંથી પકડવાની કામગીરી દરમ્યાન પોલીસ બંદોબસ્ત મળેલો ન હતો અને ત્યારે રખડતા 2 ઢોર ન.પા. પાંજરામાં પકડેલ અને પાંજરું બંધ કરેલ હતું. જેને બે મહિલા પશુપાલકો એ જાતે પાંજરામાં ચડીને ખોલીને બંને ગાય ગાળો બોલીને દાદાગીરી કરીને લઈ ગયેલ હતા. તે અંગેની અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પીઆઈ. અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ને, ડી.વાય.એસ.પી અંકલેશ્વર ને અને પ્રાંત અધિકારી અંકલેશ્વર ને બનાવની જાણ લેખિતમાં સી. ડી બનાવી આગળની કાર્યવાહી કરાઈ હતી.