દેડીયાપાડા-સાગબારા સ્ટેટ હાઇવે રોડ ઉપર ટ્રક ડ્રાઇવર ક્લિનર સાથે લૂટારી ટોળકીએ આતંક મચાવી ત્રણ અજાણ્યા માણસોએ ટ્રકને ઓવરટેક કરીટ્રક મા ચઢી ડ્રાંઇવર પાસેથી મોબાઈલ તથા રોકડ રકમની લૂંટકરી પલાયન થઈ જતા આ અંગે લૂંટના ગુનાની ફરિયાદ ડેડીયાપાડા પોલીસ મથકે નોંધાઈ છે.ટોળકીને ગણતરીના કલાકોમાંજ દેડીયાપાડા પોલીસ તથા એલ.સી.બી. નર્મદા પોલીસે પકડી કાર્યવાહી હાથ ધરી છે
આ અંગે ફરીયાદી મુકેશભાઇ કાળુભાઇ પરમાર(રહે-અંગાડી, વાળંદ ફળીયુ તા.ગળતેશ્વર જિલ્લો-ખેડાની ફરિયાદ ની વિગત અનુસાર ફરીયાદી મુકેશભાઇ તથા ક્લીનર વીકીકુમાર જશવંતભાઇ મકવાણા =રહે-અંગાડી, કોટપુરા ફળીયુ તા.ગળતેશ્વર જિલ્લો-ખેડા) ટ્રક નંબર GJ-13-W-4325 ની લઇને ખામગામ (મહારાષ્ટ્ર) ખાતે જતા હતા. તે વખતે કાલ્બી-ગંગાપુર ગામની વચ્ચે આવેળવળાંકમાં ટેકરા પાસે આવતા સાંજના આશરે પાંચેક વાગ્યાના અરસામાં ત્રણ અજાણ્યા માણસો ભુરા જેવાકલરની જ્યુપીટર ટુ વ્હીલર ગાડી પર આવી ફરીયાદીની ટ્રકને ઓવરટેક કરી ટૂ વ્હીલર ગાડી રસ્તાની સાઇડઉપર ઉભી રાખી જમીન પરથી પથ્થરો હાથમાં લઇ ટ્રક ઉભી રખાવીહતી.ત્રણ અજાણ્યા માણસો પૈકીનો એકમાણસ ટ્રક આગળ પથ્થર લઇ ઉભો રહીતથા બીજા બે માણસો ટ્રકની બંન્ને બાજુના દરવાજા ઉપર ચડીડ્રાઇવર સાઇડે ચડેલ માણસે આ કામના ફરી.ને ગાળા ગાળા કરી ફરી. પાસે બસો રૂપિયા માંગી તથા બીજાસો રૂપિયા માંગી સો રૂપિયા આપવા જતા પાકીટ લુંટી ફરીના પાકીટમાં રહેલા ૨૫૦૦/- રૂપિયા કાઢી લઇતથા વીવો કંપનીનો વાય ૭૩ મોડેલવાળો મોબાઇલ કિ.રૂ ૫૦૦૦/-મળી કૂલ રૂ.૭૫૦૦/- લુટ કરી હતી.તથાકંડક્ટર સાઇડે ચડેલ અજાણ્યા માણસે કંડક્ટર વીકીભાઇને હાથમાં લાકડીના સપાટા મારી એકબીજાનીમદદગારી કરી લુંટ કરી જિલ્લા મેજીસ્ટ્રેટ નર્મદાના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી નાસીજઇ ગુનો કરતા ત્રણ અજાણ્યા આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે.
વિડિઓ જર્નલિસ્ટ દીપક જગતાપ સત્યા ટીવી રાજપીપલા