Satya Tv News

અંકલેશ્વરમાં વહીવટીતંત્ર તથા ગણેશ આયોજકોની સુઝબુઝના કારણે પ્રથમ વખત ગોલ્ડનબ્રિજના દક્ષિણ છેડે અને બોરભાઠા બેટ ખાતે નર્મદા નદીમાં શ્રીજીની એક પણ પ્રતિમાને વિસર્જીત કરવામાં આવી ન હતી. શહેર તેમજ આસપાસના ગામોમાંથી શ્રધ્ધાળુઓ કૃત્રિમ કુંડ ખાતે આવ્યાં હતાં અને ત્યાં પ્રતિમાઓને વિસર્જીત કરી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ અને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની ગાઇડલાઇન પ્રમાણે વહીવટી તંત્રએ નર્મદા નદીમાં માટી અને પીઓપીની બનેલી પ્રતિમાઓના વિસર્જન પર રોક લગાવી દેવામાં આવી હતી.

અંકલેશ્વર અને આજુબાજુ આવેલાં ગામોની ગણેશ પ્રતિમાઓનું વિસર્જન ગોલ્ડનબ્રિજના દક્ષિણ છેડે તથા બોરભાઠા ગામ પાસે વિસર્જન કરવામાં આવતું હોય છે. ચાલુ વર્ષે બંને સ્થળોએ પોલીસે બેરીકેડ લગાવી દીધાં હતાં.નર્મદા નદીમાં વિસર્જન પર પ્રતિબંધ લાદ્યા બાદ ભક્તો નર્મદા નદી કિનારે ના પહોંચે એ માટે પોલીસ દ્વારા ગોલ્ડન બ્રિજ તેમજ દીવા રોડ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

અંકલેશ્વરમાં બપોર બાદ શ્રીજી ની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. અબીલ ગુલાલની છોળો અને ડીજેના તાલ સાથે નીકળેલી શોભાયાત્રાઓને જોવા માટે લોકો ઉમટી પડયાં હતાં. વિસર્જનયાત્રા ચૌટાનાકાથી શહેરમાં પ્રવેશી કૃત્રિમ કુંડ સુધી પહોંચી હતી. કમલમ તળાવ અને જળકુંડ ખાતે મધ્યમકદની પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. જયારે 6 ફૂટથી મોટી મૂર્તિ આર.એમ.પી.એસ. સ્કૂલ સામે સુરવાડી ફાટક ખાતે તળાવમાં ક્રેનની મદદ થી વિસર્જન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જી આઇ ડી સી ઈએસઆઈસી વિસર્જન કુંડ માં ભક્તો શ્રીજી ને ભાવભીની વિદાય આપી હતી.

ગણેશ વિસર્જન ની શોભાયાત્રા ને લઇ ભારદારી વાહનો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. શહેરમાં એન.એન.જી.સી બ્રિજ થી ભારદારી વાહનો શહેર માં આવતા અટકાવવા માં આવ્યા હતા તો કડકિયા કોલેજ ભારદારી વાહનો પરત ઉમરવાડા ફાટક તરફ વાળવા માં આવ્યા હતા

error: