અંકલેશ્વરના વોર્ડ નંબર-8માં આવેલ સુરતી ભાગોળમાં કાર ખાબકી
રોડ પર ફોર વ્હીલર ગાડી ખુલ્લી ગટરમાં ખાબકતા દોડધામ મચી
જોખમી આ ગટરને બંધ કરવામાં આવે તે અત્યંત જરૂરી
અંકલેશ્વરના વોર્ડ નંબર-8માં આવેલ સુરતી ભાગોળ રોડ પર ફોર વ્હીલર ગાડી ખુલ્લી ગટરમાં ખાબકતા દોડધામ મચી જવા પામી હતી
શનિવારના રોજ મોડી સાંજે વીજળીના કડાકા ભડકા સાથે જોરદાર વરસાદ ખાબક્યો હતો જેને પગલે અંકલેશ્વર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જળબમ્બાકારની પરિસ્થિતિની નિર્માણ હતું ત્યારે ફોર વહીલ ગાડીનો ચાલક પસાર થઇ રહ્યો હતો તે વેળા ટાયર ખુલ્લી ગટરમાં ખાબકતા કાર ગરક થઇ જતા નજીકમાં રહેતા લોકો દોડી આવ્યા હતા અને ધક્કો લગાવીને વાહનને બહાર કાઢ્યું હતું આ ઘટનામાં નહિ થતા સૌ કોઈએ રાહતના શ્વાસ લીધા હતા ત્યારે તંત્ર દ્વારા વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમી આ ગટરને બંધ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.
વિડિઓ જર્નાલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર