Satya Tv News

સુરતમાં GIDC કંપનીમાં બ્લાસ્ટ
કોકો કોલા કંપનીમાં થયો બ્લાસ્ટ
બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મોત નીપજ્યુ

આજનો રવિવાર ગુજરાત માટે ગોઝારો સાબિત થયો છે. વહેલી સવારથી સુરત,લોધિકા અને ખંભાતની GIDC કંપનીમાં એક બાદ એક વિસ્ફોટની ઘટના સામે આવી છે. જેમાં સુરતની કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મોત નીપજ્યુ છે.

આજે વહેલી સવારે ગુજરાતની ત્રણ શહેરોની જીઆઈડીસીમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. સુરત, રાજકોટ અને આણંદની જીઆઈડીસીમાં વિસ્ફોટ થયો છે. સુરતની જીઆઈડીસી કંપનીમાં આવેલી કોકો કોલા કંપનીમાં પણ બ્લાસ્ટ થતા એક વ્યક્તિનું મોત નીપજ્યુ છે. આ સાથે રાજકોટની મેટોડા GIDCની પર્વ મેટલ કંપનીમાં અને આણંદના ખંભાતની લુણેજ GIDCમાં આવેલી ટેકનિચેમ નામની કંપનીમાં પણ બ્લાસ્ટ થયો છે. સદનસીબે આ રાજકોટ અને ખંભાતમાં જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.

બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી સુરત

error: