Satya Tv News

રાજપીપળામાં મા નર્મદાના જળ પૂજન થકી નર્મદા નીરના કર્યા વધામણા
પ.૭૬ લાખ કરોડ લીટર પાણીનો ડેમમાં સંગ્રહ
નર્મદા બંધની જળ સપાટી ત્રીજીવાર પૂર્ણ કક્ષાએ પહોંચી

ગુજરાતની જિવાદોરી રાજપીપળામાં આવેલ નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળસપાટી પૂર્ણ કક્ષાએ એટલે કે ૧૩૮.૬૮ મીટરે પહોંચી છે.આના પરિણામે જળાશયમાં ૪.૭૩ મિલીયન એકર ફૂટ એટલે કે પ.૭૬ લાખ કરોડ લીટર પાણીનો સંગ્રહ થયો છે.

આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર સરોવર ડેમ ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચવાની ગૌરવ ઘટનામાં સહભાગી થઇ મા નર્મદાના નીરના વધામણા સવારે એકતાનગર પહોંચીને કર્યા હતા.એકતાનગર ખાતે નમામી દેવી નર્મદે ના મંત્રોચ્ચાર સાથે આયોજિત નર્મદા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાયા હતા અને મા નર્મદાના જળના તેમણે શ્રીફળ ચુંદડીથી વધામણાં કર્યા હતા.અત્રે એ ઉલ્લેખનીય છેકે કે સરદાર સરોવર નર્મદા ડેમ ર૦૧૯ અને ર૦ર૦ પછી આ વર્ષે ત્રીજીવાર પૂર્ણ જળાશય સપાટીએ છલકાયો છે.આ વર્ષે થયેલા વ્યાપક વરસાદને પરિણામે નર્મદા બેસિન અને ડેમમાં પાણીની સારી આવક થઈ છે.અંદાજે ૧ લાખ ક્યુસેક્સ પાણીનો જથ્થો નર્મદા બંધમાંથી હાલ છોડવામાં આવે છે.સરદાર સરોવર યોજના થકી ૯૧૦૪ ગામો-૧૬૯ શહેરો-૭ મહાનગરપાલિકાઓની કુલ આશરે ૪ કરોડની જનસંખ્યાને નર્મદા જળ મળે છે.૬૩ હજાર કિ.મીટર લંબાઇના નહેર માળખાથી કચ્છના રણપ્રદેશ સુધી નર્મદા જળ સિંચાઇ અને પીવાના ઉપયોગ માટે મળી રહ્યા છે

વિડિઓ જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી રાજપીપળા

error: