Satya Tv News

હાંસોટમાં શેરી નાટક દ્વારા કાર્યક્રમ
શેરી નાટક દ્વારા મતદારોને જાગૃત કરવાનો કાર્યક્રમ
નાયબ મામલતદારના માર્ગ દર્શન હેઠળ કાર્યક્રમ

હાંસોટ નાયબ મામલતદાર યોગેશ પટેલના માર્ગ દર્શન હેઠળ હાંસોટ ખાતે શેરી નાટક દ્વારા મતદારોને જાગૃત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
     
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી અંતર્ગત ઇલેક્શન કમિશ્નર ઓફ ઇન્ડિયા ની ગાઈડ લાઈન હેઠળ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા શેરી નાટક થકી મતદારો ને જાગૃત કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તે સંદર્ભમાં અંકલેશ્વર પ્રાંત કચેરી, મામલતદાર કચેરી ના ઉપક્રમે મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે હાંસોટ સર્કલ વિસ્તારમાં શેરી નાટક થકી હાંસોટ તાલુકાના મતદારોને જાગૃત કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ પ્રસંગે હાંસોટ મામલતદાર કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમ સફર બનાવ્યો હતો 

વિડિઓ જર્નાલિસ્ટ હેમંત ચાસીયા સાથે પીરુ મિસ્ત્રી સત્યા ટીવી હાંસોટ

error: