Satya Tv News

વરસાદની આગાહી વચ્ચે ભરૂચ-નર્મદા જિલ્લામાં ભાદરવો ભરપૂર
માત્ર પોણો કલાકમાં જ પંથકમાં વરસાદી પાણી ભરાઇ ગયાં
સવારના 6 વાગ્યા સુધીમાં એકથી દોઢ ઇંચ વરસાદ

ભરૂચ અને નર્મદા જિલ્લામાં ભાદરવો ભરપુર જેવો માહોલ સર્જાયો છે. જિલ્લામાં છેલ્લાં પાંચેક દિવસથી સતત વરસાદી માહોલ છે.ત્યારે ગઇકાલે સવારના 6 વાગ્યાથી ગુરૂવારે સવારના 6 વાગ્યા સુધીમાં જિલ્લાના 6 તાલુકાઓમાં એકથી દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. તેમાંય હવામાન વિભાગે આગામી બે દિવસ જિલ્લામાં ભારે વરસાદ રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઇ છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભરૂચ અને નર્મદા જિલ્લામાં આગામી 3 દિવસ ભારે વરસાદ વરસવાની શક્યતાઓ છે. ત્યારે ભરૂચ જિલ્લામાં ગઇકાલે સવારના 6 વાગ્યાથી ગુરૂવારે સવારના 6 વાગ્યા સુધીમાં જિલ્લાના 6 તાલુકાઓમાં એકથી દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. ત્યારે ગુરૂવારે સાંજ પણ વાતારવણમાં બદલાવ આવવા સાથે 6 વાગ્યા બાદ ધોધમાર વરસાદ વરસતાં ભરૂચ અને વાલિયામાંં સવા ઇંચ, નેત્રંગમાં 2 ઇંચ તેમજ હાંસોટમાં એક અને અંક્લેશ્વમાં દોઢ ઇંચ વરસાદ થયો હતો.

નર્મદા જિલ્લામાં પાંચેય તાલુકામાં સારો વરસાદ પડ્યો હતો. રાજપીપલામાં પણ માત્ર એક કલાકના સમયગાળામાં જ દોઢ ઇંચ જેટલો વરસાદ પડતાં નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે ભારે ગરમી અને ઉકળાટ આ વરસાદ પડતાં ચારેકોર ઠંડક પ્રસરી હતી. ખેડૂતો પણ ગેલમાં આવી ગયા હતા કેમકે તેમના પાકને નુકસાન થતું અટક્યું હતું.

બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ભરૂચ

error: