Satya Tv News

ગરૂડેશ્વર અનેસાગબારા તાલુકામાં અઢી ઇંચ વરસાદ

રાજપીપળામાં જળ બમ્બાકારની સ્થિતિ

નર્મદા જિલ્લામાં બે દિવસથી ભારે વરસાદથી જળ બમ્બાકારની સ્થિતિ સર્જાઈ છે.જેમાં 24 કલાકમાં નાંદોદ તાલુકામાં સૌથી વધુ ચાર ઇંચ ૯મિ.મિ.વરસાદ ખાબક્યોછે જયારે ગરૂડેશ્વર અનેસાગબારાતાલુકામાં અઢી ઇંચ વરસાદ નોધાયો હતોરાજપીપળામાં ભારે વરસાદને કારણે રોડ રસ્તા નદી પટ માં ફેરવાઈ ગયા હતા.

નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વરસાદના આંકડા જોતા સૌથી વધુ નાંદોદ તાલુકામાં-૯૪ મિ.મિ. અને સૌથી ઓછો તિલકવાડા તાલુકામાં-૧૮ મિ.મિ. વરસાદ નોંધાયો છે. તદઉપરાંત ગરૂડેશ્વર તાલુકામાં-૬૬ મિ.મિ., સાગબારા તાલુકમાં-૬૧ મિ.મિ. અને દેડીયાપાડા તાલુકામાં-૨૭ મિ.મિ. વરસાદ નોંધાયો છે. નર્મદા જિલ્લામાં આજદિન સુઘી સરેરાશ કુલ-૧૬૩૬ મિ.મિ. વરસાદ નોંધાયોછે.

જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૨૦૮૮ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાના સ્થાને રહ્યો છે. જ્યારે સાગબારા તાલુકો-૧૮૫૯ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, તિલકવાડા તાલુકો-૧૫૦૫ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, નાંદોદ તાલુકો-૧૪૨૯ મિ.મિ.સાથે ચોથા ક્રમે અને ગરૂડેશ્વર તાલુકો-૧૨૯૭ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.

જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ-૧૩૮.૩૭ મીટર, કરજણ ડેમ-૧૧૨.૫૯ મીટર, નાના કાકડીઆંબા ડેમ-૧૮૬.૮૫ મીટર અને ચોપડવાવ ડેમ-૧૮૭.૪૧ મીટરની સપાટીએ છે. નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ ૧૯.૫૦ મીટરની સપાટીએ હોવાના અહેવાલ છે.

વિડિઓ જર્નલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી રાજપીપલા

error: