Satya Tv News

સભ્ય સમાજને શર્મસાર કરતો વધુ એક કિસ્સો વાંસદા તાલુકામાંથી સામે આવ્યો છે જ્યાં વાંસદા તાલુકાના એક ગામમાં સગા કાકાએ જ તેની સગી ભત્રીજી સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. કાકાને ઘરે ટીવી જોવા ગયેલી ભત્રીજી સાથે દુષ્કર્મ આચર્યા બાદ અવાર-નવાર કાકાએ સગીર ભત્રીજી સાથે દુષ્કર્મ આચરતાં ગર્ભવતી બનતા કાકાનો પાપનો ઘડો ફૂટ્યો હતો. કાકાની હેવાનીયતની જાણ થતાં જ પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના એક ગામમાં રહેતી 11 વર્ષની સગીરા પોતાના સગા કાકાના ઘરે રાત્રે ટીવી જોવા ગઈ હતી. તે દરમ્યાનકાકાએ બળજબરીપૂર્વક સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ આ બનાવ અંગે જો કોઇને આ વાત કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારબાદ ભત્રીજી જ્યારે જ્યારે ટીવી જોવા જતી હતી ત્યારે ત્યારે નરાધમ કાકાએ માસૂમ સાથે દુષ્કર્મ આચર્યું હતું.

આ દરિમયાન ગત તારીખ 7/9/2022ના રોજ સગીરાને તાવ આવતા પરિવારજનો તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં તબીબે તપાસ દરમિયાન સગીરાને પાંચ માસનો ગર્ભ હોવાનું જણાવ્યું હતું. જેને પગલે આઘાતમાં આવી ગયેલા પરિવારજનો સગીરાને વાંસદાની અન્ય એક હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં પણ તબીબે સગીરા ટીવી જોવા ગઈ હતી. આ દરમિયાન સગર્ભા હોવાનું જણાવતા બે દિવસ પરિવારજનો સગીરાને વલસાડ સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યાંના ડોકટરે પણ સગીરા ગર્ભવતી હોવાનું અને પાચ માસનો ગર્ભ હોવાનું જણાવતા પરિજનો મુશ્કેલીમાં મુકાયા હતા. જેથી પરિજનોએ સગીરાને આ બાબતે પૂછતા તેમણે સમગ્ર હકીકત જાણવા મળી હતી.

આ બનાવને પગલે સગીરાની માતાએ વાંસદા પોલીસ મથકે સગા દિયર વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. વાંસદા પોલીસે કાકા વિરૂદ્ધ દુષ્કર્મ અને પોસ્કોનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી ગણતરીના કલાકોમાં નરાધમ કાકાની ધરપકડ કરી હતી

error: