રાજપીપળા અંબુભાઈ પુરાણી હાઇસ્કૂલમા 200હિમોગ્લોબીન વિદ્યાર્થીનીઓનુ ચેકઅપ કરવામા આવ્યું
નર્મદા જિલ્લાના દરેક મંડળમાં મહિલા મોરચા દ્વારા આયોજિતતારીખ 21/9/22ના રોજ યશસ્વી વડાપ્રધાનગુજરાત ના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી ના જન્મદિવસ અંતર્ગત. નર્મદા જિલ્લાનીવિવિધ શાળેય વિદ્યાર્થીનીઓનુ હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ અને આર્યન ની ગોળી નું વિતરણ ન કાર્યક્રમ દરેક મંડળમાં કરવામા આવ્યોહતો. જેમાં પાંચેય તાલુકામાં રાજપીપળા ઉપરાંતગરુડેશ્વર,તિલકવાડા, સાગબારા, ડેડીયાપાડા ખાતે હિમોગ્લોબિન ચેકઅપ કેમ્પ યોજાયો હતો.
જેમાં રાજપીપળા અંબુભાઈ પુરાણી હાઇસ્કૂલમા ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર સેલ અને મહિલા મોરચા ના ઉપક્રમે હિમોગ્લોબિન ચેકઅપ કેમ્પ યોજાયો હતો .જેમા શાળાની 200 વિદ્યાર્થીનીઓનુ ચેકઅપ કરવામા આવ્યું હતું. જેમા ડૉ. અજય ઠાકોર અને ડૉ. રવિદેશમુખે સેવા આપી હતી.આ પ્રસંગે મહિલા મોર્ચા પ્રદેશના સદસ્યોં રંજનબેન ગોહિલ, ભારતીબેન તડવી તથા જિલ્લા મહિલા મોર્ચાના મહામંત્રી દક્ષાબેન પટેલ, ઉપપ્રમુખ જિગીષાબેન પટેલ, અલ્પાબેન ભાટિયા, મંત્રી જ્યોતિબેન જગતાપ, રાજપીપળા શહેર પ્રમુખ શિવાની મહેતા, મહામંત્રી શીતલબેન અને રેશમાં બેન વગેરે હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
વિડિઓ જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી રાજપીપળા