હાંસોટ તાલુકાના અલવા ગામે અકસ્માત
અજાણ્યા વાહન ચાલકે સ્કૂટર ને અડફેટે લઇ ફરાર
1 જ મહિનામાં અકસ્માતનો પાંચમો બનાવ બનવા પામ્યો
હાંસોટ તાલુકા ના અલવા ગામે ભયજનક વણાક પર અજાણ્યા વાહન ચાલકે સ્કૂટર ને અડફેટે લઇ ફરાર થઈ ગયો હતો આ જ સ્થળે એક જ મહિનામાં અકસ્માત નો પાંચમો બનાવ બનવા પામ્યો છે
હાંસોટ થી ત્રણ કિલોમીટરના અંતરે સુરત જવાના રસ્તા ઉપર અલવા ગામ નજીક એક મહિનામાં અકસ્માત નો પાંચમો બનાવ બનવા પામ્યો છે. અગાઉં આ જ મહીનામાં ચાર ફોર વ્હીલર ગાડીઓ શિર્ષાસન કરતી હોય તે રીતે પલ્ટી ખાઈ ગઈ હતી અને ગઈ કાલે રાત્રીના કોઈક અજાણ્યા વાહન ચાલકે સ્કૂટર ને અડફેટે લેતા સ્કૂટર ના બે ભાગ કરી નાંખ્યા હતા જો કે નસીબ સંજોગે કોઈ વાહન ચાલક ની જાન હાનિ થઇ ન હતી પણ નાની મોટી ઈજાઓ થી ગંભીર રીતે ઘાયલ થયા હતા જો કે આ બાબતે પોલીસ ચોપડે કોઈ ફરિયાદ નોંધાવા પામી નથી આ વારંવાર બનતા અકસ્માતો ના બનાવથી સ્થાનિક ગ્રામ જનો માં પરેશાની સાથે ચિંતા ના વાદળો સાથે ભયભીત થયા છે. ત્યારે લોકોના જીવ પર જોખમ ઉભું કરતાં ભયજનક વણાક પર તંત્ર દ્વારા સૂચના નું બોર્ડ અને અને લાઈટ ની વ્યવસ્થા કરવામાં આવશે કે પછી કોઈ મોટી દુર્ઘટના ની રાહ જોવાય છે? જો કે આ જ સ્થળે બનતાં અકસ્માત ના પગલે વાહન ચાલકો માં ભય નો માહોલ જોવા મળી રહ્યો છે
આ બાબતે અલવા ગામના ડેપ્યૂટી સરપંચ મનીષ પટેલ સાથે વાતચીત કરતાં તેમણે જાણવેલ કે અમોએ પ્રાથમિક શાળાના શિક્ષકો સાથે મળી પી. ડબ્લ્યુ ડી. અને તાલુકા વિકાસ અધિકારીને અરજી કરી જેમ બને તેમ વેળાસર આ અકસ્માતો ને રોકવા જરૂરી અને યોગ્ય કાર્યવાહી હાથ ધરવાની માંગ કરી છે.
વિડિઓ જર્નાલિસ્ટ હેમંત ચાસીયા સાથે પીરુ મિસ્ત્રી સત્યા ટીવી હાંસોટ