એકવાર ફરી નવસારીના વાંસદાની ધરા ભૂકંપથી ધ્રુજી ઉઠી છે.બે દિવસમાં ભૂકંપના બે આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટનો માહોલ ઊભો થયો છે.
નવસારીના વાંસદા તાલુકામાં બે દિવસમાં બે ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં એક આંચકો રાત્રિના 9:38 કલાકે આવ્યો હતો. જેમાં રિક્ટર સ્કેલ પર 3.1ની તીવ્રતા નોંધવામાં આવી હતી. જ્યારે બીજો આંચકો આજે સવારના 6.48 વાગ્યે આવ્યો હતો. જેની રિક્ટર સ્કેલ પર 2.8 ની તીવ્રતા નોંધવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, એકાદ મહિના અગાઉ પણ નવસારીના વાંસદામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આ ભૂકંપની રિક્ટર સ્કેલ પર 1.9ની તીવ્રતા નોંધાઇ હતી તથા કેન્દ્રબિંદુ નવસારીથી પૂર્વમાં 42 કિમી દૂર નોંધાયું હતું. એકાદ મહિના અગાઉ નવસારીના વાંસદામાં 20 દિવસની અંદર ભૂકંપના 3 આંચકા અનુભવાયા હતા. ત્યારે એકવાર ફરી વાંસદા તાલુકામાં બે વખત ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.