Satya Tv News

સુકન્યા યોજના હેઠળ દીકરીઓને પાસબુક વિતરણ કરવામાં આવ્યું.
વડાપ્રધાનના 72માં જન્મદિવસે 7272 દીકરીઓને યોજનાનો અપાયો લાભ
ગુજરાતમાં સુકન્યા યોજનામાં ભરૂચ જીલો ત્રીજા નંબરે

1હજાર ખાતા થી શરૂ થયેલી સુકન્યા યોજના માં ભરૂચ જિલ્લાએ રાજ્ય માં ત્રીજું સ્થાન મેળવી પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ના 72માં જન્મદિવસ ની ભેટ સ્વરૂપે 7272 બાળકીઓ ને આ યોજનાનો લાભ આપવા સફળ થયું છે.

ભરૂચમાં સુકન્યા સમૃદ્ધિ યોજના વર્ષ 2015માં માતા-પિતાને તેમની દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત કરવા પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી હતી.ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજનાની શરૂઆત કરી હતી’બેટી બચાવો, બેટી પઢાવો’ ઝુંબેશ આ એક નાની ડિપોઝિટ સ્કીમ છે જે છોકરીના શિક્ષણ અને લગ્નના ખર્ચને પહોંચી વળવા માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે આજરોજ 1હજાર ખાતા થી શરૂ થયેલી સુકન્યા યોજના માં ભરૂચ જિલ્લાએ રાજ્ય માં ત્રીજું સ્થાન મેળવી પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ના 72માં જન્મદિવસ ની ભેટ સ્વરૂપે 7272 બાળકીઓ ને આ યોજનાનો લાભ આપવા સફળ થયું છે.જેમાં ભરૂચ જિલ્લામાં વિવિધ સંસ્થા અને દાતાઓ ના સહયોગથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72 માં જન્મદિવસની ભેટ સ્વરૂપે 7272 દીકરીઓ સુકન્યા યોજનાનો લાભ આપવા સફળતા મેળવી છે ત્યારે આજરોજ ભરૂચ શહેરના પંડિત ઓમકારનાથ ઠાકોર કલા ભવન ખાતે ભાજપના પેજ સમિતિના રચિતા અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે દીકરીઓને સુકન્યા યોજના હેઠળ ના ખાતાઓના પાસબુક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યું હતો.

આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્ય દડક દુષ્યંત પટેલ, ભાજપના ઉપાધ્યક્ષ જનક બગદાણા,જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અતોડરિયા,વાગરાના ધારાસભ્ય અરુણ સિંહ રણા,અંકલેશ્વર ધારા સભ્ય ઈશ્વર પટેલ ,દૂધધારા ડેરી ના ચેરમેન ઘનશ્યામ પટેલ,પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસીયા,અસ્મિતા વિકાસ કેન્દ્રના સમીર પટેલ,સહિત ભાજપના મહામંત્રી ,મંત્રી સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા છે.

વિડિઓ જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: