Satya Tv News

એક સમય એવો હતો જ્યારે ગુજરાતના કોઈ ને કોઈ ખૂણેથી દારૂ પકડાતો હતો. જો કે હજુ પણ પકડાતો રહે છે. પરંતુ હવે આ સાથે ડ્રગ્સ પકડાતુ પણ થઈ ગયું છે. જે બતાવે છે કે ગુજરાતમા ડ્રગ્સના કારોબાર ધમધમી રહ્યો છે. કચ્છના દરિયા કિનારા બાદ હવે ગીર સોમનાથના સમુદ્ર કિનારેથી ચરસનો જથ્થો મળી આવ્યો છે. ગીર સોમનાથના હીરાકોટ બંદર પરથી ચરસના 16 પેકેટ મળી આવ્યા છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ પકડાયેલ ચરસની કિંમત 4 કરોડ 51 લાખથી વધુ છે.

સોમનાથ SOGની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે હિરાકોટ બંદર નજીકના સમુદ્ર કિનારેથી આ મોટી માત્રામાં ચરસનો જથ્થો પકડી પાડ્યો છે. આ મામલે પોલીસે NDPS એકટ હેઠળ અજાણ્યા શખ્સો સામે સોમનાથ મરીન પોલીસમાં ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસ મુજબ સમુદ્રની અંદર ચેકિંગ થતુ હોય તેના કારણે બોટમાં જે ચરસ લાવવામાં આવતુ હોય તે ચેકીંગના ડરથી દરિયામાં ફેંકી દીધુ હોય શકે છે. જેથી આ ચરસનાં પેકેટ દરિયા કિનારે પહોંચ્યા છે. પરંતુ હજુ સુધી નક્કર માહિતી સામે આવી નથી. પોલીસ આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ મહિનામાં 273 પેકેટમાં 301 કિલો ચરસ મળી આવ્યુ હતુ. ચાર દિવસના સર્ચ ઓપરેશન બાદ મોટી માત્રામાં ચરસનો જથ્થો શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી હતી. ત્યાં ફરી 16 પેકેટ મળી આવતા પોલીસ દોડતી થઇ છે. વારંવાર મળી આવતા ડ્રગ્સ અને ચરસના કારણે પોલીસે દરિયા કિનારા પર પેટ્રોલીંગ વધાર્યુ છે. રાજ્યમાં કચ્છ અને ગીર સોમનાથ દરિયા કિનારાના વિસ્તારથી મોટી માત્રામાં ડ્રગ્સ અને ચરસ મળી આવવાના કિસ્સા સતત વધી રહ્યા છે.

error: