Satya Tv News

મકરપુરા વિસ્તારમાં રવિવારે સવારે નકલી પોલીસનો સ્વાંગ રચી ગઠિયાઓએ મહિલાને પોલીસની બીક બતાવી દોઢ લાખની કિંમતની સોનાની ચાર બંગડી તફડાવ્યાની ઘટના સામે આવી હતી. મકરપુરા વિસ્તારના ભક્તિનગરમાં રહેતા હર્ષાબેન પટેલને એક શખ્સે પોલીસનું આઇ કાર્ડ બતાવી આગળ પોલીસનું ચેકીંગ ચાલું છે, દાગીના કાઢી નાંખો અને રુમાલમાં મૂકી દો તેમ કહ્યું હતું એટલે તેમણે આશરે 5 તોલાની ચાર બંગડીઓ રૂમાલમાં મુકી હતી.

ઘટના બાદ વૃદ્ધા ઘરે પરત ફર્યા હતા. અને તેમણે પતિને વાત કરી હતી. તેમણે પતિને કહ્યું કે, આજે બચી ગઇ, અને સમગ્ર ઘટનાનું વિવરણ આપ્યું હતું. વૃદ્ધાએ રૂમાલમાં જોતા તેમાં એક જ બંગડી હતી. અને તે પણ નકલી જોતા વુદ્ધાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ સમગ્ર બાબતે વુદ્ધાએ પોલીસને જાણ કરી હતી અને પોલીસે નકલી પોલીસને શોધવા માટે ચક્રોગતિમાન કર્યા હતા.

error: