હવે બહાર અને વિદેશના વિદ્યાર્થીઓ પણ લઈ શકશે એડમિશન
ગુજરાતમાંથી એમબીબીએસ કરતા વિદ્યાર્થીઓમાં અન્યાયની લાગણી
રાજ્યમાં મેડીકલ પીજીના એડમિશનના નિયમોમાં ફેરફાર કરવાથી ગુજરાતના ડોકટરોમાં સરકાર પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો છે. હવે ગુજરાત બહારના રાજ્ય તેમજ વિદેશથી એમબીબીએસ કરીને આવેલા વિદ્યાર્થીઓ માટે એડમિશન લઈ શકાશે એવી જાહેરાત કરતા ગુજરાતમાંથી એમબીબીએસ કરતા વિદ્યાર્થીઓને અન્યાયની લાગણી અનુભવાય છે. જેને લઈને હાલ ડોકટરોમાં ભારે રોષ ઠાલવવામાં આવી રહ્યો છે.
મળતી માહિતી અનુસાર, રાજ્યમાં તાજેતરમાં સરકારે મેડીકલ પીજીના નિયમોમાં ફેરફાર કર્યા છે. જેમાં ગુજરાત રાજ્યમાંથી પીજીમાં 50% બેઠકો પર સ્ટેટ ક્વોટાથી જ એડનિશન મળવા પાત્ર થતાં. તે બેઠકો પર પણ હવે ગુજરાત બહારના તેમજ વિદેશથી એમબીબીએસ કરીને આવેલા વિદ્યાર્થીઓને એડમિશન લઈ શકાશે તેવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. આ અંગે અગાઉથી કોઈ જ નોટિસ કે જાણ કર્યા વગર જ સરકારે ગુજરાત રાજ્યમાંથી જ એમબીબીએસ પાસ કરનાર વિદ્યાર્થીઓ માટે જે પીજીમાં 50% બેઠકો પર સ્ટેટ ક્વોટાથી જ એડમિશન મળવા પાત્ર કરતા ગુજરાતના ડોકટરોમાં સરકાર પ્રત્યે ભારે રોષ જોવા ભભૂકી ઉઠ્યો છે.
કોઈ પણ પ્રકારની નોટિસ કે જાહેરાત આપ્યા સિવાય સરકાર દ્વારા નિયમોમાં ફેરફાર કરતા ગુજરાત ઈન્ટરન ડોકટર અસોસેશિયન તેમજ ગુજરાત એમબીબીએસ સ્ટુડન્ટ્સ અસોસેશીયને આ અંગે હાઈકોર્ટમાં રજૂઆત કરી છે. અસોસેશયને આની વિરુદ્વ હાઈકોર્ટમાં રિટ દાખલ કરીને સરકાર સમક્ષ માંગણી કરી છે કે, જે પણ નિયમો હોય તે હવેથી આ વર્ષે 2022-23માં એમબીબીએસમાં દાખલ થતાં વિદ્યાર્થીઓ એટલે કે, 2028-29માં લાગુ પડે.
મહત્વનું છે કે, સ્ટેટ કોટામાં પહેલા તક મળે તે માટે વિદ્યાર્થીઓ 12માં ધોરણ પછી એમબીબીએસમાં એડમિશન લેતી વખતે જ ગુજરાત રાજ્યની મેડીકલ કોલેજોને પ્રાથમિકતા આપતા હોય છે. જેમાં હવે બહારના રાજ્યોમાંથી એમબીબીએસ કરેલા વિદ્યાર્થીઓને તેમના રાજ્ય તેમજ ગુજરાત એમ બંન્ને રાજ્યોમાં 100% બેઠકો પર એડમિશન લઈ શકાશે.
જો કે, ગુજરાતના ડોકટરોમાં નારાજગીનો મુદ્દો બીજો એ પણ છે કે, તંત્ર દ્વારા છેલ્લા કેટલાય સમયથી મેડિલ ઓફિસરોની કાયમી નિમણૂંક બંધ થઈ ગઈ હોવાથી અત્યારની પેઢી આ લાભથી વંચિત રહી ગઈ છે. તેની સાથે આ વર્ષે નવા નિયમો મુજબ પીજીના કાઉન્સિલિંગ દરમિયાન જે તે બેઠક પર પ્રવેશ મેળવી લીધા પછી તે વિદ્યાર્થી પોતાની ઈચ્છા મુજબ તે સીટ મફતમાં એટલે કે પેનલટી ભર્યા વગર ન છોડી શકે તેમ છે. જેમાં પાછળથી આવનારા રાઉન્ડમાં તે બેઠક પર પણ રાજ્યની બહારથી ડોકટરો ભણેલ કોઈપણ વિદ્યાર્થી પ્રવેશ લઈ શકે એમ હોવાથી ગુજરાતના વિદ્યાર્થીઓને નુકસાન થઈ શકે તેમ છે.