Satya Tv News

હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે ચન્દ્રઘંટા એ નવદુર્ગાનું ત્રીજું સ્વરૂપ છે. જેમના મસ્તક (ઘંટા) પર ચંદ્ર ધારણ કરેલો છે. વર્ણ સુવર્ણ જેવો છે. તેમને દશ ભુજાઓ છે જેમાં ખડગ, ધનુષ-બાણ વગેરે શસ્ત્રો ધારણ કરેલાં છે. તેમનું વાહન વાઘ છે. નવરાત્રીના ત્રીજા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે.તેમની આરાધનાથી બધી વિપત્તિઓનો નાશ થતો હોવાનું મનાય છે.

ચન્દ્રઘંટા નામનો અર્થ ‘ઘંટ આકારનો, અર્ધગોળ, ચંદ્ર મસ્તક પર ધારણ કરનાર’ એમ પણ થતો હોવાનું જણાય છે. તેમને ત્રણ નેત્ર હોવાનું પણ કહેવાયું છે. કોઈ સ્થળે તેમનું વાહન સિંહ પણ કહેવાયું છે

દેવી ચંદ્રઘંટાનું શરીર સોનાની જેમ ક્રાંતિવાન છે. તેમના માથા પર ઘંટ આકારનો અર્ધચંદ્ર છે, એટલા માટે તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. તેમની દસ ભુજા છે અને દસેય ભુજામાં અસ્ત્ર-શસ્ત્ર છે. દેવીના હાથોમાં કમળ, ધનુષ-બાણ, કમંડળ, તલવાર, ત્રિશૂળ અને ગદા જેવાં અસ્ત્ર ધારણ કરેલાં છે. તેમના કંઠમાં સફેદ પુષ્પની માળા અને રત્નજડિત મુગટ શીર્ષ પર વિદ્યમાન છે. દેવી ચંદ્રઘંટા ભક્તોને અભય વરદાન આપનારી અને પરમ કલ્યાણકારી છે. તેમનાં રૂપ અને ગુણો પ્રમાણે આજે તેમની પૂજા કરવામાં આવશે.

error: