શહેરના બ્યુટિફિકેશન અંગે ઉદ્યોગકારો અને તંત્ર વચ્ચે ચર્ચા વિચારણા
અંકલેશ્વરના ગડખોલ બ્રિજ, વાલિયા ચોકડી બ્રિજ તથા અન્ય વિસ્તારોનું લોક ભાગીદારીથી બ્યુટીફીકેશન કરવામાં આવશે. પ્રોજેકટના પ્રથમ ચરણમાં જુના નેશનલ હાઇવે પર બનેલાં બ્રિજની નીચેના ભાગે કરાયેલાં દબાણોને દુર કરી બ્યુટીફીકેશન કરવામાં આવશે.
અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલની અધ્યક્ષતામાં એ.આઈ.એ સંકુલ ખાતે બેઠક યોજવામાં આવી હતી. ગડખોલ પાટિયા બ્રિજ તેમજ વાલિયા ચોકડી સુધી ખાલી પોકેટ વિસ્તારમાં પણ બ્યુટીફીકેશન કરી ડેવલોપ કરવા અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત ઓ.એન.જી.સી, પ્રતિન બ્રિજ સહિતના વિસ્તારોમાં વૃક્ષારોપણ કરી શહેરને હરિયાળુ બનાવવાની દિશામાં પ્રયાસો કરાશે.
ગડખોલ પાટિયા બ્રિજ નીચેના દબાણો દૂર કરવા આવશે. એસ.ડી.એમ નૈતીકા પટેલ, મામલતદાર કરણ રાજપુત, પાલિકા પ્રમુખ વિનય વસાવા, એ.આઈ.એ પ્રમુખ જશુ ચૌધરી સહીત વિવિધ સામાજિક સંસ્થા અને ઉદ્યોગ મંડળ ના સભ્યો તથા ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતાં.