અંકલેશ્વરના નવા બોરભાઠા બેટ ગામે કામગીરી
અચાનક રેલ્વેની માપણીની કામગીરી હાથ ધરી
કામગીરી હાથ ધરાતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો
અંકલેશ્વરના નવા બોરભાઠા બેટ ગામે અચાનક રેલ્વેની માપણીની કામગીરી હાથ ધરાતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો
ગતરોજ સાંજના સમયે પશ્ચિમ રેલ્વેની દબાણ શાખાની ટીમ અચાનક અંકલેશ્વરના નવા બોરભાઠા બેટ ગામે પહોંચી હતી અને માપણીની કામગીરી હાથ ધરી હતી રેલ્વેની દબાણ શાખાએ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરતા જ સ્થાનિકો એકત્રિત થઇ ગયા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને તંત્ર દ્વારા રેલ્વેની જમીન માપણીને બદલે ચાર મીટર એટલે કે લોકોના ઘરો સુધી પ્રવેશ કરી માપણી કરતા લોકો વિફર્યા હતા અને કોઈપણ જાતની નોટીસ કે જાણ કર્યા વિના કામગીરી કરતા રોષ વ્યક્ત કર્યો હતો તો બીજી તરફ રેલ્વે વિભાગે આ જગ્યા રેલ્વેની હોવાનું જણાવ્યું હતું ત્યારે સામી દિવાળીએ દબાણ હટાવોની કામગીરી હાથ ધરાતા લોકોએ યોગ્ય નિરાકરણ કરવાની ગુહાર લગાવી છે.
વિડિઓ જર્નાલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર