Satya Tv News

તહેવારો ટાણે જ ગુજરાતમાં ફરીવાર જનતા પર મોંઘવારીનો વધુ એક ફટકો પડ્યો છે. આજથી અદાણી CNGના ભાવમાં 3 રૂપિયાનો વધારો ઝીંકાયો.
ગુજરાતની જનતા પર વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે. ગુજરાતમાં થોડા સમયની સ્થિરતા ફરીવાર અદાણી CNGના ભાવમાં વધારો થયો છે. નેચરલ ગેસના ભાવમાં પહેલા ઘટાડો કરાયો હતો. જ્યાર બાદ ફરીવાર અદાણી CNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સીએનજીના આજના ભાવમાં ત્રણ રૂપિયાનો વધારો કરાતા CNG ગેસનો નવો ભાવ આજે 86.90 રૂપિયા પ્રતિ કિલો થઇ ગયો છે.

અત્રે જણાવી દઇએ કે, વધતી જતી મોંઘવારી સામે મધ્યમવર્ગના પરિવારોની હાલત હવે સૂડી વચ્ચે સોપારી જેવી થઇ ગઇ છે. ગઈ કાલે રેપો રેટ બાદ હવે આજે અદાણી CNGના ભાવમાં વધારો ઝીંકાતા જનતાને તહેવારણ ટાણે જ મોટો ફટકો પડ્યો છે. ગઈ કાલના 83. 90 રૂપિયાના ભાવની સરખામણીએ આજથી લોકોએ 86.90 રૂપિયા ચૂકવવા પડશે.

ઉલ્લેખનીય છે કે, ઓઇલ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ (PPAC)ના આદેશ અનુસાર ઓએનજીસી અને ઓઇલ ઇન્ડિયાના જૂના ક્ષેત્રોના ગેસની કિંમત 6.1 ડોલરથી વધારીને 8.57 ડોલર પ્રતિ એમએમબીટીયુ કરવામાં આવી હતી. આ જ દરે દેશમાં ઉત્પાદિત થતા ગેસનો લગભગ બે તૃતીયાંશ ભાગનું વેચાણ થશે. આદેશ અનુસાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને તેના ભાગીદાર બીપી પીએલસી દ્વારા કેજી બેઝિનમાં કાર્યરત ડી-6 બ્લોક જેવા મુશ્કેલ અને નવા ક્ષેત્રોમાંથી કાઢવામાં આવેલા ગેસની કિંમત 9.92 ડોલરથી વધારીને 12.6 ડોલર પ્રતિ યુનિટ કરવામાં આવી છે. એપ્રિલ 2019 પછી ગેસના દરમાં આ ત્રીજો વધારો હશે. બેન્ચમાર્ક આંતરરાષ્ટ્રીય કિંમતોમાં મજબૂતીને કારણે તેમાં વધારો થયો છે.

error: