અંકલેશ્વરના પાનોલીમાંથી લાખોના ડુપ્લિકેટ ઓઇલના કારોબારના 2 ગોડાઉન ઝડપાયા
પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી
સંજાલીના મહારાજાનગરમાંથી ડુપ્લીકેટ એન્જીન ઓઇલ પકડાયું
રૂ.7.28 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
અંકલેશ્વરના પનોલીમાંથી કરોડો રૂપિયાનું MD ડ્રગ્સ બનાવતી કંપની પકડી પાડ્યા બાદ શુક્રવારે ભરૂચ LCBએ અંકલેશ્વરમાં 2 સ્થળે દરોડા પાડી બ્રાન્ડેડ કંપનીઓનું ડપ્લિકેટ એન્જીન ઓઇલ બનાવતા 2 ગોડાઉનને ઝડપ્યા છે. 2 આરોપીઓની 5 કંપનીના ડુપ્લિકેટ ઓઇલ બનાવી વેચવાના વેપલામાં રૂ. 7.28 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે.
ભરૂચ એલ.સી.બી. PI ઉત્સવ બારોટની સૂચના હેઠળ PSI જે.એન.ભરવાડની એક ટીમ પાનોલી GIDC તથા એક ટીમ અંકલેશ્વર જી.આઇ.ડી.સી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. ત્યારે હયુમન ઇન્ટેલિજન્સ આધારે ચોક્કસ બાતમી મળી હતી કે, સંજાલી ગામે મહારાજાનગરમાં આવેલા ગ્રીન પ્લાઝામાં એક ઇસમ ગેરકાયદેસર રીતે એન્જીન ઓઇલનું પેકીંગ કરી, અલગ અલગ બ્રાંન્ડેડ કંપનીના નામે વેચાણ કરે છે. જેનું લક્ષ્મણનગરમાં રોયલ એપાર્ટમેન્ટ દુકાનમાં એક ઇસમ ગેરકાયદેસર રીતે એન્જીન ઓઇલનુ પેકીંગ કરે છે. બન્ને ઠેકાણા ઉપર દરોડા કરી અલગ અલગ જગ્યાથી અંકલેશ્વરના ફૈઝાન મોહમદ ઉમર ખત્રી અને હામીર યુસુફ શેખને પકડી લેવાયા હતા.
પોલીસે બન્ને આરોપી લુબ્રીકેન્ટ ઓઇલમાં ડાઇ કલર સેમી ઓટોમેટીક ઓઇલ ફીલીંગ મશીનથી ડબ્બાઓમાં ફીલીંગ કરી, ઇન્ડકશન સીલીંગ મશીનથી સીલ કરી બહારથી ડબ્બાઓ તથા સ્ટીકરો મંગાવી બ્રાન્ડેડ કંપનીના ડુલ્પીકેટ એન્જીન ઓઇલ બનાવી પેકીંગ કરતા હતા. બે ગોડાઉનમાંથી કુલ રૂ. 7.28 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી અંકલેશ્વર