Satya Tv News

જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ તાલુકાના ચૂંટણી અધિકારીઓએ નાગરિકોને અવશ્ય મતદાન માટેના લેવડાવ્યા શપથ

રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓના લાભ પ્રજાજનોને સતત મળતા રહે, વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે જે તે દિવસે પ્રાપ્ત થઇ શકે તેવા ઉમદા હેતુસર શનિવારના રોજ નર્મદા જિલ્લાના નાંદોદ,ગરૂડેશ્વર, તિલકવાડા, દેડીયાપાડા અને સાગબારા તાલુકા કક્ષાના આઠમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આગામી વિધાનસભાની ચૂંટણી ૨૦૨૨ ને ધ્યાનમાં રાખીને જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ તમામ તાલુકાના ચૂંટણી અધિકારી દ્વારા સેવાસેતુ કાર્યક્રમના સ્થળ ઉપર EVM અને VVPAT ના નિદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. ગરુડેશ્વર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રાંત અધિકારી શૈલેષ ગોકલાણીએ ઉપસ્થિત રહી સ્થળ પર ટીમને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જ્યારે ટીમ દ્વારા સેવાસેતુ કાર્યક્રમમાં ભાગ લેવા આવતા તમામ નાગરિકોને EVM અને VVPAT ની સમજ આપવામાં આવી હતી. સાથોસાથ કાર્યક્રમ દરમિયાન આગામી ચૂંટણીમાં અવશ્ય મતદાન કરવા અંગેના શપથ પણ અધિકારીઓ અને નાગરિકોએ સ્થળ પર લીધા હતા.

વિડિઓ જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી રાજપીપળા

error: