Satya Tv News

કૌટુંબિક વિવાદોનું સ્થાનિક કક્ષાએથી જ નિરાકરણ થાય તેવી કામગીરી અંગે

માર્ગદર્શન આપતા નિવાસી અધિક કલેક્ટર સી.એ.ગાંધી

કૌટુંબિક વિવાદોના નિવારણ કોર્ટની બહાર તથા સામાજીક, ધાર્મિક અને સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓની દરમિયાનગીરીથી સમાધાન થાય તેવા શુભ આશયથી કાયદા વિભાગ દ્વારા “ફેમિલી ફર્સ્ટ-સમજાવટનું સરનામુ” યોજનાને નર્મદામાં પણ અમલી બનાવવાના ઉમદા આશય સાથે નિવાસી અધિક કલેક્ટર સી.એ.ગાંધીની અધ્યક્ષતામાં આજે તેમની ચેમ્બરમાં પ્રથમ બેઠક યોજાઈ હતી.

નિવાસી અધિક કલેક્ટર સી.એ.ગાંધી અને જિલ્લા મહિલા અને બાળ અધિકારી હસીનાબેન મન્સુરી નોડલ અધિકારી તરીકે નિયુક્ત થયેલ છે. “ફેમિલી ફર્સ્ટ-સમજાવટનું સરનામુ” યોજનાની પ્રથમ બેઠકમાં અધ્યક્ષની ઉપસ્થિતિમાં નોડલ અધિકારી હસીનાબેન મન્સુરી સહિત જિલ્લાકક્ષાની સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. બેઠકમાં સમિતિના સભ્યોનો પરિચય કેળવી યોજના અને સમિતિની કાર્યપદ્ધતિથી તમામ સભ્યોને વાકેફ કરવામાં આવ્યા હતા. આ યોજનાથી સંલગ્નિત કેસો વધુમાં વધુ સમિતિમાં મળે તે માટે ઘનિષ્ટ પ્રચાર-પ્રસારની જરૂરિયાત ઉપર ગાંધીએ ખાસ ભાર મૂક્યો હતો.

ફેમિલી ફર્સ્ટ-સમજાવટનું સરનામુ” યોજના હેઠળ જિલ્લા અને તાલુકા ક્ક્ષાએ સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. ગાંધીએ રાજ્ય સરકારનો અભિગમ જળવાય તે હેતુથી કૌટુંબિક વિવાદોના જે કેસો નોંધાય તે તમામ કેસોના પક્ષકારોને સાંભળીને સ્થાનિક કક્ષાએ સમજાવટથી વિવાદોનો વધુમાં વધુ નિકાલ થાય તે જોવા ખાસ અનુરોધ કર્યો હતો.

વિડિઓ જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી રાજપીપળા

error: