Satya Tv News

ગાંધીજીનું જીવન ચરીત્ર તથા ભજનનો કાર્યક્રમ યોજાયો

૦૯ કેદીઓનું કાઉન્સેલીંગ કરાયું

આજે મહાત્મા ગાંધીજીની ૧૫૩મી જન્મજયંતિ નિમિત્તે

રાજપીપળા જીલ્લા જેલમાં ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.

રાજપીપળા જિલ્લા જેલ ખાતે આજે ગાંધી જ્યંતી દિને મહાત્મા ગાંધીજીનું જીવન ચરીત્ર તથા ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે નર્મદા જીલ્લાના ડીસ્ટ્રીકટ અને સેશન્સ જજ એ.આર.પટેલ,એડી.સેશન્સ જજ રંગવાલા , જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ રાજપીપળાના ચીફ સેક્રેટરી એન.કે.નાચરે તથા ચીફ.જ્યુડી.મેજી જજ જી.કે.ખાંટ સાહેબનાઓ રાજપીપળા જીલ્લા જેલ ખાતે પધારી જીલ્લા જેલનાં બંદિવાનોને સાથે રાખીને ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી તથા મહાતમા ગાંધીજીનું પ્રિય ભજન “ વૈષ્ણવજન તો તેનેરે કહીએ” તથા અન્ય દેશ ભક્તિના ગીતો ગાઇ જેલનું વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું.

આ પ્રસંગે ડ્રીસ્ટ્રીકટ જજ પટેલ સાહેબ દ્વારા જેલનાં કેદીઓને ગાંધીજીના વિચારો અને ગાંધીજીએ આ દેશ પ્રત્યે દાખવેલ ઉમદા કાર્યોને પણ બિરદાવ્યા હતા. રજી ઓકટોબર અહિંસા દિન નિમિત્તે નામદાર સેશન્સ જજ ના હુકમથી જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના સહયોગથી રાજપીપળા જિલ્લા જેલમાં રહેલ ભરણપોષણના કુલ ૩૭ કેદીઓના અરજદારોને નોટીસની બજવણી કરી તમામ અરજદારોને આજરોજ રાજપીપળા જિલ્લાજેલ ખાતે બોલાવવામાં આવેલ હતા. જેના અનુસંધાને જેલમાં રહેલ કેદીઓના કુલ-૦૯ (નવ)પરિવાજનો અત્રેની કચેરી ખાતે હાજર રહેતા નામદાર જજે વારા ફરતી કુલ-૦૯ (નવ) કેદીઓ તથા તેના અરજદારો અને તેના સગાઓને સાથે રાખી કાઉન્સેલીંગ કરવામાં આવેલહતું. તેમની ટીમ તેમજ જેલઅધિકારીઓના સહયોગથી કુલ-૦૫ (પાંચ) કેસો સમાધાનમાટે હકારાત્મકતા દર્શાવવામાં આવેલ હતી. અને તેમને નામદાર કોર્ટ દ્વારા ટુંક સમયમાં જ કોર્ટની કાર્યવાહી પુર્ણ કરી ૦૫ (પાંચ) કેદીઓ જેલ મુકત થશે.આ પ્રસંગે રાજપીપળા જીલ્લા જેલનાં અધિક્ષક આર.બી.મકવાણા તથા અન્યઅધિકારી/કર્મચારીઓ તથા જેલનાં બંદિવાનોએ આ કાર્યમાં અથાગ સહયોગ આપી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

વિડિઓ જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી રાજપીપળા

error: