Satya Tv News

સુરતના અઠવાલાઇન્સ પોલીસ હદ વિસ્તારમાં હત્યાની ઘટના

માસીએ 12 વર્ષીય સગા ભાણીયાને ડંડા વડે માર મારી કરી હત્યા

પોલીસે ગુનો દાખલ કરી આરોપી માસીની કરી ધરપકડ

સુરત શહેરમાં ફરી એક વખત પારિવારિક સંબંધોને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક મા સમાન માસીએ પોતાના બાર વર્ષના ભાણીયા પર રૂપિયાની ચોરીનો વહેમ રાખી તેને ઢોર મારતા ભાણીયાનું મોત નીપજો છે. વધુ ચોકાવનારી વાત તો એ છે કે આ હત્યા ફક્ત રૂ.200 ની ચોરીના વહેમમાં થઈ છે. ઘટના અંગે મૃત બાળકની માતાને જાણ થતા તેઓએ અઠવાલાઇન્સ પોલીસ મથકમાં પોતાની હત્યારી બહેન વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે ફરિયાદ દાખલ કરી આરોપી માસીની ધરપકડ કરી છે.

સુરત શહેરના વરીઆવી બજારમાં રહેતા 33 વર્ષીય રેશમાં બીબી ઉર્ફે પિંકી મોહમ્મદ જુબેર ગુલામ મુસ્તુફા શેખે પોતાની બહેન શહેઝાદી સલીમ અકબર શાની વિરુદ્ધ અથવા પોલીસ મથકમાં પોતાના 12 વર્ષના પુત્રની હત્યા કરી હોવાની ફરિયાદ દાખલ કરી છે. રેશમા બીબી એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેમની બહેન શહેજાદીએ તેમના 12 વર્ષના પુત્ર સિરાઝુલ પર ચોરીનો આરોપ લગાવી તેને માર્યો હતો. જેના કારણે તેમના 12 વર્ષે પુત્રનું મોત નીપજ્યું છે. ફરિયાદ ને આધારે અઠવા પોલીસે ગણતરીના સમયમાં જ આરોપી માસીની ધરપકડ કરી છે.

છેલ્લા કેટલાક દિવસથી સુરત શહેરમાં રોજે રોજ હત્યાના બનાવ સામે આવી રહ્યા છે. ત્યારે ફરી એક વખત સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં કાદરશાની નાળ નાનપુરા ખાતે રહેતી શેઝાદીએ ફક્ત રૂપિયા 200 ની ચોરીનો વહેમ રાખી પોતાની બહેનના 12 વર્ષીય દીકરા સિરાઝુલને દંડા વડે હાથ પગ તથા શરીરના ભાગે અને માથાના ભાગે ઢોર માર માર્યો હતો જેને કારણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ 12 વર્ષીય સિરાઝુલનું મોત નીપજ્યું હતું. બાર વર્ષીય પુત્રના મોત ને પગલે બાળકના માતા પિતા સહિત પરિવારમાં શોકની કાલિમા છવાઈ જવા પામી હતી. ઘટના ને પગલે પોલીસે આરોપીની ઘરપકડ કરી લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ઘરી છે.

error: