સુરતના અનેક વિસ્તારોમાં નશીલા પદાર્થોનું વેચાણ
નવરાત્રી નિમિતે ડ્રગ્સ અવેરનેસના બેનરો પહેરી ગરબાનું આયોજન
નશામાં યુવાધન બરબાદ થતું જોવા મળ્યું
અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યું
વેચાણ અને સેવન બંધ કરાવવા બેનરો પહેર્યા
સ્થાનિક લોકોએ બેનરો પહેરી ગરબા રમ્યા
ગરબા રમી અને સરકારને અપિલ કરી
હાલમાં નવરાત્રી ચાલી રહી છે ત્યારે સુરતમાં મોટાવરાછા વિસ્તારમાં આવેલ ગાર્ડન વેલી રેસીડેન્સીમાં સ્થાનિક લોકો દ્વારા નશામુક્તિના બેનરો પહેરી ગરબે ઘૂમ્યા હતા જેમાં યુવાધન હાલ જે રીતે નશામાં બરબાદ થઈ રહ્યું છે તેને બચાવવા લોકોને અનોખી રીતે અપીલ કરવામાં આવી હતી
સુરત શહેર સહિત સમગ્ર રાજ્યમાં ડ્રગ્સ નાબુદી અભિયાન ચાલી રહ્યું છે જેમાં મોટા પ્રમાણ માં પોલીસે વિવિધ શહેરોમાંથી ડ્રગ્સ પકડી પાડ્યું છે જોકે મહત્વની વાત એ છે કે ડ્રગ્સ આવે ક્યાંથી અને કોને આ ડ્રગ્સનો વેપાર કરે છે સુરત શહેરમાં પણ ડ્રગ્સ પકડવામાં આવ્યું છે જે ડ્રગ્સ યુવાધનને બરબાદ કરવા ખોટા રસ્તે મોકલવા મોટા પ્રમાણમાં જથ્થો આવી રહ્યો છે અને યુવા વર્ગ ડ્રગ્સનું સેવન પણ કરી રહ્યું છે ત્યારે આ બાબત ચિંતાજનક છે જેને લઈને હાલ નવરાત્રી દરમિયાન શહેરના લોકો દ્વારા અનોખી રીતે અપીલ કરવામાં આવી હતી સુરતના મોટા વરાછા સ્થિત સુદામા ચોક પાસે આવેલ ગાર્ડન વેલી રેસીડેન્સીમાં રહીશો દ્વારા નશા મુક્તિનો સંદેશો આપ્યો હતો યુવાધન નશાના રવાડે ચડ્યું છે જેના કારણે તેનો પરિવાર પણ બરબાદ થઈ રહ્યો છે ત્યારે નવરાત્રીના આયોજન સાથે મહિલાઓ, બાળકો અને પુરુષોએ ગળા માં બેનરો લગાવી ડ્રગ્સ નાબુદીનો સંદેશો આપ્યો હતો અને લોકો નશાથી દૂર રહે તેવી અપીલ પણ કરવામાં આવી હતી
વિડિઓ જર્નાલિસ્ટ કે સી વઘાસિયા સાથે સત્યા ટીવી સુરત