મેં. વન સંરક્ષકશ્રી, ભરૂચ સર્કલ ડો.કે શશીકુમાર સાહેબ તથા મેં.નાયબ વન સંરક્ષકશ્રી, ભરૂચ ઉર્વશી પ્રજાપતિ મેડમ દ્વારા લોકોમા વન્યપ્રાણી વિશે જાગૃતિ ફેલાવવા તેમજ મહત્વ સમજાવવા સૂચના કરેલ તે મુજબ રેન્જ ફોરેસ્ટ ઓફિસર અંકલેશ્વર, શ્રી ડી.વી.ડામોરની સૂચના અને માર્ગદર્શન મુજબ વન વિભાગ અંકલેશ્વર ના વન રક્ષક શ્રી બી.યુ.મોભ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહ નિમિત્તે પીરામણ ગામ માં સરપંચ અને 50 જેટલા ગ્રામજનોની હાજરીમાં સરીસૃપપ્રાણીઓ,પશુ પક્ષીઓ અને વન્યજીવોની ઓળખ અને વન્ય પ્રાણીઓનું મહત્વ અને તેને સબંધિત તમામ માહિતી ગ્રામજનોને જણાવીને માહિતગાર કરવામાં આવ્યા અને માનવ અને પ્રાણીઓ વચ્ચેના ઘર્ષણના નિવારણ માટે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.