Satya Tv News

જમ્મુ-કાશ્મીરના DG જેલ (ડાયરેક્ટર જનરલ ઓફ પ્રિજન્સ), હેમંત લોહિયાની સોમવારે મોડી રાત્રે તેમના જ ઘરમાં ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ તેમના મૃતદેહને સળગાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. લોહિયાના જ ઘરમાં રહેતા નોકર યાસિરે DGની હત્યા કરી છે.

હત્યાના લગભગ 10 કલાક બાદ મંગળવારે સવારે આતંકવાદી સંગઠન TRF (ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ)એ લોહિયાની હત્યાની જવાબદારી લીધી છે. TRFએ સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી જણાવી છે. એ લશ્કર સાથે જોડાયેલી સંસ્થા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લોહિયાના નોકર યાસિરે તેમના પર હુમલો કર્યો હતો. કાચની બોટલ વડે તેમના ગળાના ભાગે હુમલો કરીને ગળું કાપી નાખ્યું હતું. આતંકવાદી સંગઠને તેની અખબારી યાદીમાં જણાવ્યું હતું કે ગૃહમંત્રીને આ અમારી તરફથી નાનકડી ભેટ છે અને કોઈને પણ ગમે ત્યારે, ગમે ત્યાં મારી શકીએ છીએ. આ આતંકી તેમના ઘરમાં નોકર બનીને રહેતો હતો.

આ ઘટના બાદથી તેનો નોકર ફરાર છે. પોલીસે યાસિરની શોધખોળ શરૂ કરી છે. DG હેમંત લોહિયા જમ્મુની બહારના વિસ્તાર ઉદયવાડામાં રહેતા હતા. તેઓ 1992 બેચના IPS અધિકારી હતા. આ વર્ષે ઓગસ્ટમાં તેમને ડીજી જેલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમની હત્યા શા માટે કરવામાં આવી એ અંગે હજુ સુધી કોઈ માહિતી બહાર આવી નથી.

જમ્મુ ઝોનના એડીજીપી મુકેશ સિંહે જણાવ્યું હતુ કે લોહિયાનું ગળું કાપવામાં આવ્યું હતું. બાદમાં તેમના મૃતદેહને સળગાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે ઘટના પહેલાં લોહિયાએ પોતાના પગ પર તેલ લગાવ્યું હતું. તેમના પગમાં સોજો હતો. હત્યારાએ કેચ-એપની બોટલથી તેમનું ગળું કાપીને તેમના મૃતદેહને સળગાવવાના પ્રયાસ કર્યો હતો. પોલીસે કહ્યું છે કે પહેલા ઓશીકાથી મોઢું દબાવીને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

એડીજીપી મુકેશ સિંહે કહ્યું હતું કે સુરક્ષા દળોએ પહેલા રૂમમાં આગ જોઈ. દરવાજો અંદરથી બંધ હતો. તેઓ દરવાજો તોડી અંદર પ્રવેશ્યા હતા. મુકેશ સિંહે જણાવ્યું હતું કે શરૂઆતની તપાસમાં એવું લાગી રહ્યું છે કે આ હત્યા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસની જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે, આથી પોલીસ અધિકારીઓ આ ઘટનાની તપાસમાં સક્રિય દેખાઈ રહ્યા છે. આ પહેલા સોમવારે બપોરે બારામુલ્લામાં કેટલાક આતંકવાદીઓએ એક બેંક-મેનેજર પર હુમલો કર્યો હતો. આતંકવાદીઓ બેંક-મેનેજર પર ઝડપથી ગોળીબાર કર્યો, પરંતુ તેઓ કોઈક રીતે હુમલામાં બચી ગયા

error: