અંકલેશ્વરમાં આજે રાવણના 48 ફૂટના પૂતળાનું દહન કરાશે
ભરૂચ શહેર તથા જિલ્લામાં આજે દશેરા પર્વની ઉજવણી કરાશે
અંકલેશ્વરમાં જિલ્લાના સૌથી મોટા રાવણનું દહન કરાશે. 48 ફૂટ ના રાવણ, 45 ફૂટ ના કુંભકર્ણ અને 43 ફૂટ ના મેઘનાથ ના પૂતળા છેલ્લા 40 દિવસ માં 6 કલાકાર તૈયાર કરી રહયાં છે. કોરોનાની મહામારી બાદ પ્રથમ વખત તહેવારોની રંગત પુર બહારમાં ખીલી ઉઠી છે. નવલા નોરતામાં ખેલૈયાઓ મન મુકીને ઘુમ્યાં હતાં. અસત્ય પણ સત્યના વિજયના વધામણા લેતાં પર્વ દશેરાની આજે શહેર તથા જિલ્લામાં ધામધુમથી ઉજવણી કરવામાં આવશે. ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર ખાતે રાવણ દહનનો સૌથી મોટો કાર્યક્રમ યોજાય છે.
અહીં 48 ફુટ ઉંચુ રાવણનું પુતળુ બનાવવામાં આવે છે. ઓએનજીસી મેદાન ખાતે ચાલતી રામલીલાના અંતિમ ચરણમાં ભગવાન રામના હસ્તે રાવણનો વધ કરવામાં આવશે અને તેની સાથે મેદાનમાં ઉભા કરાયેલાં રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પુતળાનું દહન કરવામાં આવશે. અંકલેશ્વર ઉપરાંત અન્ય જગ્યાઓ પર રાવણ દહન કરાશે.
આજે વિજયાદશમીના દિવસે શસ્ત્ર પુજનનો પણ મહિમા છે. ભરૂચ પોલીસ હેડકવાટર્સ ખાતે એસપી લીના પાટીલના હસ્તે શસ્ત્રોની પુજા કરવામાં આવશે. આ ઉપરાંત પોલીસ મથકો ખાતે પણ કાર્યક્રમો યોજવામાં આવશે. દશેરાની પુર્વ સંધ્યાએ ભરૂચ અને અંકલેશ્વર તથા અન્ય તાલુકા મથકોમાં ફાફડા અને જલેબીનું વેચાણ કરવા માટે હાટડીઓ ખુલી ચુકી હતી. આજે લોકો ફાફડાની સાથે જલેબીની જયાફત ઉડાવશે