રાજપીપલા ST બસ ડેપોમાંથી ચોરી
16.61લાખના હીરાની ચોરીનો બનાવ
મિત્ર સાથે મળી હીરા ભરેલ બેગની ચોરી કર્યાનું કબુલ્યું
રાજપીપલા એસ.ટી. બસ ડેપોમાંથી 16.61લાખના હીરાની ચોરીનો બનાવ બન્યો હતો, નર્મદા પોલીસે ગણત્રીના કલાકોમાં ડીટેક્ટ કરી આરોપીઓને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
રાજપીપળા બસ સ્ટેન્ડ ખાતે છોટાઉદેપુર-સુરત બસના ડ્રાઇવર ઇમ્તીયાઝ અહેમદ મકરાણી એ ડ્રાઇવર શીટ નીચે 16.61 લાખના હીરા ભરેલા પાર્સલ મુકેલ હતું રાજપીપલા આવ્યા બાદ એસ.ટી.ડેપો માં ચા-નાસ્તો કરવા ગયેલ તે દરમ્યાન કોઇ અજાણ્યા ચોર ઇસમે બસમાં ડ્રાઇવર શીટ નીચે મુકેલ આ 16.61 લાખના હીરા ભરેલા પાર્સલવાળી બેગની ચોરી કરી બે યુવાનો લઈને ભાગી ગયા હતા.જે ગુનો રાજપીપલા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો.
આ ગુનાની તપાસ દરમ્યાન રાજપીપલા ST ડેપોના CCTV ફુટેજ ચેક કરતાં એક સફેદ શર્ટમાં કાળી લાઇનીંગવાળો ઇસમ ચોરી કરતો જણાઇ આવેલ. દરમ્યાન રાજપીપળા ટાઉન LCB સહિત વાહન ચેકીંગમાં ભાણદ્રા ચોકડી ખાતે હતા.દરમ્યાન બે ઇસમો મોટર સાયકલ લઇને આવતા હોય જે શંકાસ્પદ લાગતા તેમનું નામઠામ પુછતાં અને આ ઇસમોની ઝડતી તપાસ કરતાં તેમની પાસેથી હીરાના પાર્સલવાળી બેગ મળતા તેમની વિશેષ પુછપરછ કરતાં તેઓએ આ બસના ડ્રાઇવરની રેકી કરેલ અને તે જાણતો હતો જેથી તેના મિત્ર સાથે મળી તેણે આ હીરા ભરેલ પાર્સલવાળી બેગ રાજપીપલા ST ડેપો.માંથી ચોરી કરેલ હોવાનું કબુલ કરેલ હતું.અને આ હીરા તેઓ સુરત ખાતે વેચવા માટે જવાનુ કબુલ કરતા હોય જેથી સદર ગુનાના કામે ગયેલ હીરાના પાર્સલ નંગ-4 કિ.રૂ.16,61,000/-ના તથા ગુનાના કામે વપરાયેલ મો.સા.નંગ-1 કિ.રૂ.50,000/- તથા મોબાઇલ-1 કિ.રૂ.5000/- મળી કુલ્લે કિ.રૂ.17,16,000/-મુદ્દામાલ રીકવર કરી તથા આરોપીઓને અટ્ક કરી ગુનાના કામે રાજપીપલા પો.સ્ટે.ને સોંપવામાં આવ્યા હતા જેની સંપૂર્ણ માહિતી નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષકે આપી હતી.
વિડિઓ જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી દેડીયાપાડા