Satya Tv News

અંકલેશ્વર બાઈકની ચોરી કરી વાહન ચોરો ફરાર
ONGC કોલોનીના ગેટની બાજુમાં કરી હતી બાઈક પાર્ક
ચોરી અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

અંકલેશ્વરની ઓ.એન.જી.સી.કોલોનીના ગેટની બાજુમાં પાર્ક કરેલ બાઈકની ચોરી કરી વાહન ચોરો ફરાર થઇ ગયા હતા

અંકલેશ્વરના ગડખોલ પાટિયા સ્થિત વિજય નગરમાં રહેતા રવિકુમાર છોટેલાલ રામ પોતાની બાઈક નંબર-જી.જે.૧૬.સી.ઈ.૧૦૧૪ લઇ અંકલેશ્વરની ઓ.એન.જી.સી.કોલોની ખાતે નવરાત્રી પર્વ અને મેળો જોવા ગયા હતા તે દરમિયાન તેઓએ ઓ.એન.જી.સી.કોલોનીના ગેટની બાજુમાં પોતાની બાઈક પાર્ક કરી હતી તે વેળા વાહન ચોરો ત્રાટકી તેઓની ૪૦ હજારની બાઈકની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વિડિઓ જર્નલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: