Satya Tv News

ગુરુવારે થાઈલેન્ડમાં એક હુમલાખોરે ​​​​એક ચાઈલ્ડ કેર સેન્ટરમાંઅંધાધુૂધ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં 22 બાળક સહિત 34 લોકોનાં મોત થયાં છે. આ ફાયરિંગની ઘટના ઉત્તરીય પ્રાંતના નોંગબુઆ લામ્ફુમાં બની હતી. અહેવાલો અનુસાર, હુમલાખોર પૂર્વ પોલીસ અધિકારી પન્યા કામરાબ (34) હતો. ડ્રગના કેસમાં તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.

ચાઈલ્ડ કેર સેન્ટરમાં કામરાબે ફાયરિંગ કર્યા બાદ આત્મહત્યા કરી લીધી હતી. તે પહેલાં તેણે તેની પત્ની અને પુત્રની પણ હત્યા કરી હતી.

મૃતકોમાં સગર્ભા, ફાયરિંગ થયું તો લોકો સમજ્યા કે ફટાકડા ફોડી રહ્યા છે

પોલીસે જણાવ્યું હતું કે હુમલાખોરે પહેલા ચાઈલ્ડ કેર સેન્ટરના સ્ટાફના 5 લોકોને માર્યા હતા, જેમાં 8 માસની ગર્ભવતી શિક્ષિકાનો પણ સમાવેશ થાય છે. જ્યારે ફાયરિંગ શરૂ થયું ત્યારે લોકોને લાગ્યું કે ક્યાંક ફટાકડા ફૂટી રહ્યા છે.

થાઈલેન્ડ પોલીસે ફાયરિંગ દરમિયાન જ આ ફોટો જાહેર કર્યો હતો, જેમાં પનિયા કામરાબને મોસ્ટ વોન્ટેડ ગણાવ્યો હતો. બાદમાં કામરાબે આપઘાત કર્યો હતો.

આરોપીનું નામ પોલીસ લેફ્ટનન્ટ પન્યા ખામરાબ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. હત્યા કરાયેલા પૂર્વ પોલીસ અધિકારીની ઉંમર 34 વર્ષની છે. તે નજીકના પોલીસ સ્ટેશનમાં જ તહેનાત હતો. કહેવામાં આવી રહ્યું છે કે થોડા સમય પહેલા જ તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.પોલીસના જણાવ્યા અનુસાર, તે ચાઈલ્ડ કેર સેન્ટરમાં ફાયરિંગ કર્યા બાદ ઘરે ગયો હતો. જ્યાં તેણે પત્ની અને તેના પુત્રની ગોળી મારીને હત્યા કરી હતી. ચાઈલ્ડ કેર સેન્ટરમાં જ્યારે આરોપીએ ફાયરિંગ કર્યું હતું ત્યારે બાળકો સૂઈ રહ્યા હતા.

ડેપ્યુટી નેશનલ પોલીસ ચીફ પોલ એલટી જનરલ તોરસાક સુખવિમોલે જણાવ્યું હતું કે 34 લોકોનાં મોત થયાં છે, જ્યારે 22 લોકો ઘાયલ થયા છે. તેમણે પુષ્ટિ કરી છે કે પૂર્વ પોલીસ અધિકારીએ ચાઈલ્ડ કેર સેન્ટરમાં ફાયરિંગ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે 12 લોકો ફાયરિંગમાં ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 8ની હાલત ગંભીર છે.

2020માં એક સૈનિકે 29 લોકોની હત્યા કરી હતી. આ ઘટનામાં 57 લોકો ઘાયલ પણ થયા છે. તે સૈનિક પ્રોપર્ટી ડીલથી નારાજ હતો. તેણે ચાર જગ્યાએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું.

error: