Satya Tv News

મનીષ સિસોદિયાએ પોતે સૌથી પહેલા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના વિધાનસભા વિસ્તારની શાળા જોવા ઈચ્છતા હોવાનું જણાવ્યું

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલનું ગુજરાતની સરકારી શાળાઓની મુલાકાત લઈને ત્યાંના શિક્ષણનું સ્તર જોવા માટેનું નિમંત્રણ સ્વીકારી લીધું છે. તેમણે પોતે સૌથી પહેલા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના વિધાનસભા વિસ્તારની શાળાની મુલાકાત લેવા ઈચ્છે છે તેમ જણાવ્યું હતું.

સિસોદિયાએ જણાવ્યું કે, તેમને આનંદ છે કે, વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં રાજકીય ચર્ચાઓમાં શિક્ષણ એક એજન્ડા બન્યું છે. તેમણે પાટીલને દિલ્હીની સરકારી શાળાઓની મુલાકાત લેવા અને એ જોવા આમંત્રણ આપ્યું છે કે, કઈ રીતે મુખ્યમંત્રી કેજરીવાલના માત્ર 5 જ વર્ષના નેતૃત્વમાં શાળાઓએ વિશ્વ સ્તરીય સ્વરૂપ મેળવ્યું છે.

આ સાથે જ સિસોદિયાએ એવો કટાક્ષ કર્યો હતો કે, ભાજપને 73 સરકારી શાળાઓ સારી બનાવવામાં 27 વર્ષ લાગી ગયા, આમ તો ગુજરાતની 40,800 શાળાઓને સારી બનાવવામાં તેમને 15,000 વર્ષો લાગી જશે.

તેમણે ગુજરાતની જનતાએ શાળાઓ સરખી કરવા માટે 15,000 વર્ષ રાહ નહીં જોવી પડે, કેજરીવાલે માત્ર 5 વર્ષમાં તમામ સરકારી શાળાઓને શાનદાર બનાવી છે તેવો દાવો કર્યો હતો.

error: