Satya Tv News

ઓવર ફ્લોર વિયરડેમનું કુદરતી સૌંદર્ય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્રબન્યું

નર્મદા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સારો વરસાદ થઈ રહ્યો છે.અને નર્મદા ડેમમાંથી પાણી છોડવાના કારણે ગરુડેશ્વરખાતે નર્મદા નદી પરનો વિયરડેમ ઓવર ફ્લો થઈ રહ્યો છે.

વિયર ડેમ ઓવરફ્લો થવાથી તેનો કુદરતી સૌંદર્યનો અદભુત નજારો જોવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.વિયર ડેમ ઓવરફ્લો થઈ રહ્યો હોવાથી તેનું પાણી નર્મદા નદીમાં પણ જઈ રહ્યું છે. જેના કારણે નર્મદા નદીમાં પણ પાણીનો પ્રવાહ મોટો દેખાઈ રહ્યો છે. જો કે આ વખતે વીઆર ડેમ ઓવરફ્લો થવાને કારણે આજુબાજુના કિનારાના ગામોને કોઈ નુકસાની ના અહેવાલ નથી.

વીઆર ડેમ ઓવરફ્લો થવાથી તમે કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે.પ્રવાસીઓ આ અદભુત નજારો જોઈને દંગ રહી જાય છે.

વિડિઓ જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી રાજપીપળા

error: